મોરબીના લગધીરપુર રોડ ઉપર અચાનક જંગલી ભૂંડ આવી ચડયા બાદ અહીંના પાંચેક લોકોને બચકા ભરી લેતા સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. વધુમા જંગલી ભૂંડના આતંક અંગે વનવિભાગને પણ જાણ કરાઈ હોવાનું જાણવા મળે છે.

Four Injured in Wild BoarAttack

બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ આજરોજ મોરબીના લગધીરપુર રોડ ઉપર જંગલી ભૂંડ આવી ચડતા ચારથી પાંચ લોકોને બચકા ભરી લેતા ઇજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવા પડયા હતા. બીજી તરફ જંગલી ભૂંડના આતંકને પગલે લોકોમાં ભયનો માહોલ છવાયો છે અને ભૂંડ પકડવા વન વિભાગને જાણ કરવામાં આવી હતી પણ વન વિભાગ તરફથી કોઈ કામગીરી ન કરાઇ હોવાનું પણ લોકો જણાવી રહ્યા છે.

You Might Also Like