મોરબીમાં વૃધ્ધાના ગળામાંથી સોનાના ચેનની ચીલઝડપ કરનાર ઝડપાયો
મોરબીના આલાપ રોડ પર વૃદ્ધા ગળામાંથી સોનાનો ચેન ઝુંટવી જનાર ઈસમને પોલીસે ઝડપી લઈને સોનાનો ચેન અને ગુનામાં વપરાયેલ બાઈક સહીત કુલ રૂ ૧.૨૦ લાખનો મુદામાલ રીકવર કરી પોલીસે વધુ તપાસ ચલાવી છે
મોરબીના આલાપ રોડ પર નવજીવન પાર્કમાં રહેતા વૃદ્ધ મહિલાના ગળામાંથી સોનાનો ચેન ઝૂંટવી એક ઇસમ નાસી ગયો હતો જે બનાવ મામલે એ ડીવીઝન પોલીસે ગુનો નોંધ્યો હતો અને વધુ તપાસ એલસીબી ટીમ ચલાવી રહી હોય બાતમીદારો પાસેથી માહિતી એકત્ર કરી તેમજ સીસીટીવી ફૂટેજ તપાસતા ગુનાને અંજામ આપનાર અજય માનસિંગ કોલી રહે હાલ રાજકોટ વાળો હોવાનું ખુલ્યું હતું જે ઇસમ મોરબીના જુના બસ સ્ટેન્ડ પાસે બાઈક સાથે ઉભો હોવાની બાતમી મળતા આરોપીને ઝડપી લઈને એલસીબી કચેરી લાવી સઘન પૂછપરછ ચલાવી હતી જેમાં આરોપીએ ગુનાની કબુલાત આપતા આરોપી અજય માનસિંગ પરસોંડા (ઉ.વ.૨૭) રહે રાજકોટ રાધે ડેરી વાળી શેરી ઇન્ડિયન આવાસના ક્વાર્ટર વાળાને ઝડપી લઈને સોનાનો ચેન કીમત રૂ ૧ લાખ અને બાઈક સહીત કુલ રૂ ૧.૨૦ લાખનો મુદામાલ રીકવર કરવામાં સફળતા મળી છે
ચીલ ઝડપના ગુનામાં ઝડપાયેલ આરોપી રીઢો ગુનેગાર હોવાનું ખુલ્યું છે જે આરોપી અગાઉ જામનગર, રાજકોટ ગાંધીગ્રામ, રાજકોટ ભક્તિનગર સહિતના પોલીસ મથકમાં ચોરી, મારમારી, જીપી એક્ટ અને આર્મ્સ એક્ટ સહિતના આઠ ગુનામાં પોલીસ ચોપડે ચડી ચુક્યો છે