ટંકારા તાલુકાના ઓટાળા ગામે જાહેરમાં જુગાર રમાતો હોવાની બાતમીને આધારે પોલીસે દરોડો પાડતા કોળીવાસ વિસ્તારમાં જાહેરમાં જુગાર રમતા આરોપી અજયભાઇ બાબુભાઇ છીપરીયા, ધારેશભાઇ હેમતભાઇ છીપરીયા, નવઘણભાઇ નથુભાઇ છીપરીયા અને ચંદુભાઇ મેરાભાઇ ગોલતરને જાહેરમાં તીનપતિનો જુગાર રમતા ઝડપી લઈ રોકડા રૂપિયા 10,750 કબ્જે કર્યા હતા. જુગારના આ દરોડામાં આરોપી ચતુરભાઇ રમેશભાઇ છીપરીયા અને કેતનભાઇ ઉર્ફે કનજી જીણાભાઇ છીપરીયા નાસી જતા પોલીસે બન્નેને ઝડપી લેવા તજવીજ શરૂ કરી તમામ આરોપીઓ વિરુદ્ધ જુગારધારા મુજબ કાર્યવાહી કરી હતી.

You Might Also Like