મોરબીની માણેકવાડા પ્રા શાળામાં ૧૬૯ વિધાર્થીઓને શિવાય ગ્રુપ તરફથી ગણવેશ વિતરણ કરાયું
મોરબીના માણેકવાંડા ગામના વતની અને શિવાય ગ્રુપના ડાયરેક્ટર જયદીપભાઈ દેત્રોજા તરફથી ગામની શાળાનું ઋણ ચૂકવવાના ઉદેશથી શાળામાં અભ્યાસ કરતા ૧૬૯ વિદ્યાર્થીઓને ગણવેશનું વિતરણ કરવામાં આવ્યું હતું.

આ કાર્યક્રમની શરુઆત શાળાના બાળકોએ સ્વાગત ગીત અને બાળાઓએ અભિનય ગીતથી કરી હતી બાદમાં તમામ મહેમાનોનું પુષ્પ ગુચ્છથી સ્વાગત કરવામાં આવ્યું હતું બાદમાં મનસુખભાઈ દેત્રોજા તથા જયદીપભાઈના પુત્ર શિવાંશના હસ્તે બાળકોને યુનિફોર્મનું વિતરણ કરવામાં આવ્યું હતું. બાદમાં તમામ છાત્રો સાથે ગ્રુપ તસ્વીર લીધી હતી

આ તકે માણેકવાડા પ્રાથમિક શાળાના આચાર્ય વિપુલભાઈ અઘારાએ શાળાનો ઈતિહાસ અને શાળામાં ચાલતી પ્રવૃત્તિ અંગે માહિતગાર કર્યા હતા અને આગામી દિવસોમાં તેમની શાળાના આયોજન અંગે પણ માહિતી આપી હતી આ ગણવેશ વિતરણ કાર્યક્રમને સફળ બનાવવાંમાં શાળાના શિક્ષક જીગ્નેશભાઈ સાણંદિયા, પૈહારીભાઈ રામાવત,હિતેશભાઈ ગોપાણી,હંસાબેન ગામી,મનીષાબેન વિરમગામા,રસીલાબેન નંદાસણા તેમજ શાળાના છાત્રોએ જહેમત ઉઠાવી હતી આ ગણવેશ વિતરણ કાર્યક્રમમાં શિવાય ગ્રુપના હરદીપભાઈ દેત્રોજા, અંકિતભાઈ પટેલ સહિતના હાજર રહ્યા હતા