ટંકારા-જામનગર રોડ પર કલ્યાણપર ગામના પાટિયા પાસે કાકા-ભત્રીજો બાઇક પર પસાર થતાં હતા. એ સમયે ભત્રીજાએ લઘુશંકા કરવા બાઈકને રોડની સાઇડ પર પાર્ક કર્યું હતું. એ સમયે તેના કાકા બાઇક પાસે ઊભા હતા. ત્યારે રફતારની ગતિમાં આવેલા ટ્રકે કાકાને અડફેટે લેતા તેનું ઘટના સ્થળે જ કમકમાટી ભર્યું મોત નીપજયું હતું. આ મામલે ટંકારા પોલીસમાં ફરિયાદ દાખલ થવા પામી છે.

ટંકારાના ઓટાળા ગામે રહેતા ભરતભાઇ કાનજીભાઇ દેસાઇએ આરોપી ટ્રક ચાલક વિરુદ્ધ ટંકારા પોલીસમાં ફરિયાદ નોંધાવી છે કે તા.૨૮ના રોજ ભરતભાઇ અને તેમના કાકા ધનજીભાઇ વશરામભાઇ દેસાઇ મોટર સાયકલ GJ 3 DC 2648 લઈને ઓટાળા થી ટંકારા કામ સબબ જતા હતા. ભરતભાઇ મોટર સાયકલ ચલાવતા હતા. અને ધનજીભાઇ પાછળ બેઠા હતા. તેઓ ટંકારા જામનગર રોડ કલ્યાણ પર ગામના પાટીયા પાસે આવેલ ગંગોત્રી ઓઇલ મિલ પાસે પહોચ્યા હતા.

Gujarat High Court lawyer, friend die in road accident | Surat News - The  Indian Express

એ વખતે ભરતભાઇએ લઘુશંકા કરવા મોટર સાયકલને અટકાવ્યું હતું અને રોડની કિનારી પર પાર્ક કરી તેઓ લઘુશંકા કરવા માટે ગયા હતા. જ્યારે ધનજીભાઇ મોટર સાયકલ પાસે ઉભા હતા. એ સમયે ટ્રક GJ 18 U 7389 પુરપાટ વેગે આવ્યો હતો અને તેણે મોટર સાઇકલ સાથે ધનજીભાઇણે અડફેટે લીધા હતા. જેથી અકસ્માત સર્જાયો હતો. જેમાં ટ્રકના પાછળના વ્હીલ નીચે ધનજીભાઇ ફસાઇ ગયા હતા. 

તેમના એક હાથ તથા પગ ટ્રક અને મોટર સાયલક વચ્ચે ફસાઇ ગયો હતો.જમણા હાથે કોણી, જમણો પગ ઢીચણ નીચેથી ભાંગી ગયો હતો અને ગળા પાસે જમણી બાજુની પાંસળી પાસે ગભીર ઇજાઓ પહોંચી હતી અને લોહી લુહાણ અવસ્થામાં તેમને ૧૦૮ મારફતે ટંકારાની સરકારી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જ્યાંથી વધુ સારવાર છે તેમને મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા જ્યાં ફરજ પરના તબીબે એમને મૃત જાહેર કર્યા હતા. આ ફરિયાદના આધારે ટંકારા પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ કરી છે.

You Might Also Like