હળવદ તાલુકાના નવા ઘનશ્યામગઢ ગામે યુવક મોટર સાયકલ લઈને જતો હતો. ત્યારે સામેથી પુરઝડપે આવતી મોટરસાઇકલ યુવકના મોટર સાયકલ સાથે ભટકાડતા યુવકને નીચે પાડી જતા તેને ઈજાઓ પહોંચી હતી. જે સમગ્ર મામલે હળવદ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે.

મળતી માહિતી અનુસાર, હળવદ તાલુકાના નવા ઘનશ્યામગઢ ગામે રહેતા અને ખેતી કામ કરતા અરવિંદભાઈ બાવલભાઇ ગોપાણી પોતાનું GJ-13-P-1092 નંબરનું મોટર સાયકલ લઈને નવા ઘનશ્યામગઢ ગામે જતા હતાં.

Andhra Pradesh: One dead and two injured in a car and lorry collision in  Nellore

 ત્યારે GJ-36-AG-0396 નંબરના મોટર સાયકલના ચાલકે પોતાની મોટરસાઇકલ પુરઝડપે અને ગફલતભરી રીતે મનુષ્યની જીદગી જોખમાય તે રીતે ચલાવી ફરીયાદીના હવાલાવાળા મોટર સાયકલ સાથે સામેથી ભટકાડતા ફરીયાદીને મોટર સાયકલ સહીત પાડી દઈ ફરીયાદીને ડાબા પગના અંગુઠામા ફેકચર કરી તથા શરીરે નાની મોટી ઇજાઓ પહોંચાડતા વિરૂદ્ધ હળવદ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરવામાં આવી છે.

You Might Also Like