ઉંચી માંડલ ગામમાં ચોરીની ઘટનામાં પાંચ વર્ષ બાદ કરાઈ બે આરોપીની ધરપકડ
મોરબીના ઉંચી માંડલ ગામે બાપા સીતારામ કોમ્પ્લેક્ષમાં ચોરીની ઘટના બની હતી જે ગુનામાં છેલ્લા પાંચ વર્ષથી ફરાર બે આરોપીઓને મોરબી એલસીબીની ટીમે ઝડપી લીધેલ છે

જાણવા મળતી માહિતી મુજબ મોરબી તાલુકા પોલીસના ઊંચી માંડલ ગામે બાપા સીતારામ કોમ્પ્લેક્ષમાં છ દુકાનમાં ચોરી કરવામાં આવી હતી જે ગુનામાં આરોપીને પકડવાના બાકી હતા દરમ્યાન મોરબી એલસીબી અને પેરોલ ફર્લો સ્ક્વોડની ટીમે આ ગુનામાં કલમ ઉર્ફે કુમલા છગનભાઇ મેહકા (૨૫) રહે. એમપી વાળો હાલ રહે. કાલાવાડ તાલુકાના નપાણીયા ખીજડીયા તથા બહાદમ ઉર્ફે બહાદુર સિકંદરભાઇ ભુરીયા (૨૬) રહે. એમપી વાળો હાલ રહે. લોધીકા તાલુકાના દોમડા ગામ વાળાની ધરપકડ કરેલ છે અને આરોપીઓને આગળની કાર્યવાહી અર્થે મોરબી તાલુકા પોલીસ સ્ટેશનને સોપી આપવામાં આવેલ છે