કિસાન ક્રેડિટ કાર્ડના ધિરાણમાં જાહેર થયેલ વધારાના અમલ કરવાની માંગ
ગુજરાતમાં કિસાન ક્રેડિટ કાર્ડ ધિરાણમાં બજેટમાં વધારો જાહેર થયેલ છે તે અમલ કરવા બાબતે ટંકારા તાલુકા ગ્રાહક સુરક્ષા મંડળના પ્રમુખ ગૌતમભાઈ વી. વામજા દ્વારા રાજ્યના મુખ્યમંત્રી સમક્ષ લેખિતમાં રજુઆત કરવામાં આવી છે.જેમાં જણાવવામાં આવ્યું છે કે, ગુજરાત રાજ્યના ખેડૂતોને નાણાંકીય વર્ષ પૂર્ણ થતાં ધિરાણ ભરવાનો સમય ચાલુ થઈ ગયો છે. તો કેન્દ્રીય બજેટમાં જે કિસાન ક્રેડિટ કાર્ડના ધિરાણની 3 લાખની મર્યાદા હતી. તે વધારી 5 લાખ જાહેર કરેલી છે. તે આવકારી છે. અને તે તત્કાલ અમલ કરવામાં આવે આ ખેડૂતોના હિતના નિર્ણયને તુરંત અમલમાં લેવા માંગ કરવામાં આવી છે.
