ટંકારાના નસીતપર ગામે સહકારી મંડળી દ્વારા ખેડૂત શિબિર યોજાશે. નસીતપર જૂથ સેવા સહકારી મંડળી દ્વારા તા.૧૩ ને રવિવાર ના રોજ નસીતપર ગ્રામ પંચાયતના ગ્રાઉન્ડ ખાતે ખેડૂત શિબિર અને વર્ષીક સાધરણ સભાનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીના કૃષિ નિષ્ણાતો જીવાણી સાહેબ તેમજ નિલેશભાઈ કામરીયા સાહેબ અને સરડવા સાહેબ ઉપસ્થિત રહીને ખેત ઉત્પાદન વિશે ખેડૂતોને સમગ્ર જાણકારી પુરી પાડશે. 

આ તકે કાર્યક્રમના અધ્યક્ષ સ્થાને શ્રી જયેશભાઈ રાદડિયા (ચેરમેન શ્રી રાજકોટ ડિસ્ટ્રિક્ટ કોપરેટીવ બેંક, ડિરેક્ટર શ્રી ઇફકો ન્યુ દિલ્હી) ,  

કાર્યક્રમના ઉદ્ઘાટન શ્રી પરસોત્તમભાઈ રૂપાલા (સાંસદ રાજકોટ લોકસભા)

મુખ્ય અતિથિ તરીકે 

માનનીય શ્રી કેસરીદેવસિંહ ઝાલા (સાંસદ રાજ્યસભા )

શ્રી મોહનભાઈ કુંડારીયા (પૂર્વ સાંસદ રાજકોટ લોકસભા, ડિરેક્ટર શ્રી નાફેડ ન્યુ દિલ્હી)

 શ્રી દુર્લભજીભાઈ દેથરીયા( ધારાસભ્ય ટંકારા પડધરી) શ્રી મગનભાઈ વડાવીયા (ડિરેક્ટર કૃભકો ન્યુ દિલ્હી), તેમજ 

માનનીય શ્રી જયંતીભાઈ રાજકોટિયા (પ્રમુખ શ્રી મોરબી જિલ્લા ભાજપ) 

 કાર્યક્રમના મુખ્ય મહેમાન ભવાનભાઈ ભાગીયા (ચેરમેન શ્રી મોરબી માર્કેટિંગ યાર્ડ), મનહરભાઈ બાવરવા ( વાઇસ ચેરમેન શ્રી મોરબી માર્કેટિંગ યાર્ડ)  , સંગીતાબેન કગથરા નવીનભાઈ ફેફ૨,ચંદ્રિકાબેન કડીવાર તેમજ વી.એમ સખીયા સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહેશે. આ ખેડૂત શિબિરમાં ખેડૂતોને હાજર રહેવા નસીતપર જૂથ સેવા સહકારી મંડળીના પ્રમુખ મનોજભાઈ બેચરભાઈ દેત્રોજાએ અપીલ કરી છે.

You Might Also Like