અખિલ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ સેવાદળની મોરબી જિલ્લા કોંગ્રેસ સેવાદળ દ્વારા ગત તા. 11 ઓગસ્ટના પ્રશિક્ષણ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યકર્તાઓમાં રાષ્ટ્રનિર્માણની ઉમદા પ્રવૃત્તિઓ માટે નેતૃત્વ નિર્માણ અને સંગઠન નિર્માણ થાય તે હેતુથી કોંગ્રેસ સેવા દળ દ્વારા પ્રશિક્ષણ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. 

આ પ્રશિક્ષણ કેમ્પમાં ગુજરાત કોંગ્રેસ સેવાદળ અધ્યક્ષ વિજયભાઈ પટેલ, રાજકોટ જિલ્લા કોંગ્રેસ સેવાદળના અધ્યક્ષ નયનાબા જાડેજા,મોરબી જિલ્લા કોંગ્રેસ સેવાદળના અધ્યક્ષ બાબુભાઈ રબારી, ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સેવાદળના મહામંત્રી રમેશભાઈ જારીયા,મોરબી શહેર સેવાદળના અધ્યક્ષ જાનુભાઈ ચાનીયા, મોરબી જિલ્લા પંચાયતના વિપક્ષના નેતા ભુપતભાઈ ગોધાણી, કિશોરભાઈ ચીખલીયા, રાજુભાઈ જારીયા, કે.ડી.પડસુમબીયિ, સંદીપભાઈ કાલરીયા, મહેશભાઈ રાજ્યગુરુ, લખમણભાઇ કનજારિયા,જીલુભાઈ ડાંગર,રાજુભાઈ લલીતભાઈ કાસુન્દ્રા, જીલરીયા અશ્વિનભાઈ ,પરમાર કાનજીભાઈ,રબારી ઘનશ્યામભાઈ બાબરીયા ભરતભાઈ,વ્યાસ દીપકભાઈ સહીતના તમામ કોંગ્રેસના આગેવાનો તેમજ સેવાદળના આગેવાનો હાજર રહી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.

You Might Also Like