આજે રામનવમી નિમિતે કર્તવ્ય ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા ચકલીઘર વિતરણ સહિતના અનેક સેવાકાર્યો કરાશે
રામનવમીના પાવન પર્વે તારીખ ૩૦/૦૩/૨૦૨૩ નાં રોજ શ્રી કર્તવ્ય ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા વાવડી રોડ ઉપર ચકલીઘરનું તથા સિવિલ હોસ્પિટલમાં બાળકોને દૂધ અને બિસ્કીટ નું વિતરણ.
ઉનાળામાં ધોમધખતા તાપમાં ચકલીઓને શીતળ છાંયડો મળે તે માટે કોઈ યોગ્ય જગ્યાએ ચકલીઘર અવશ્ય બાંધવું જોઈએ તે માટે મોરબીનાં દરેક જીવદયાપ્રેમીઓને રામનવમીના પવિત્ર તહેવારે ચકલીઘર નો લાભ લેવા નમ્ર વિનંતી.
સ્થળઃ રાધા પાર્ક નાં ખૂણે,
મીરાં પાર્ક ની સામે,રાધે પાનની આગળ, વાવડી રોડ મોરબી - ૩૬૩૬૪૧
ચકલીઘરના વિતરણ બાદ સિવિલ હોસ્પિટલમાં બાળકોને દૂધ અને બિસ્કીટ નું વિતરણ કરવાનું આયોજન કરેલ છે.
વધુ માહિતી માટે ટ્રસ્ટ નાં પ્રમુખ જ્યોતિબેન જીવરાજાની ૯૭૧૨૧૦૧૫૩૩,
૯૯૧૩૭૦૧૫૩૩ ઉપર સંપર્ક કરવો.
ચકલીઘરના દાતા : મોહિતભાઇ એમ. ઘોડાસરા (લક્કી ગ્રુપ)