પ્રધાનમંત્રી  નરેન્દ્રભાઈ મોદીએ દેશવાસીઓને હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત ઘર અને ઓફિસ પર તિરંગો લહેરાવવા આહ્વાન કર્યું છે, ત્યારે મોરબી જિલ્લાના હોદેદારો અને કાર્યકર્તાઓ દ્વારા ધારાસભ્યોની હાજરીમાં તિરંગાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું મોરબીમાં ગઇકાલે સાંજે ચાર વાગ્યે શનાળા રોડે સરદાર વલ્લભભાઈ પટેલના સ્ટેચ્યુ ખાતેથી તિરાંગા યાત્રા શરૂ કરવામાં આવી હતી જેમાં ૨૦૦ થી વધુ બાઇક ચાલક પોતાનાં હાથમાં તિરંગા લઇ નીકળ્યા હતા અને સનાળા રોડ થઇ હોસ્પિટલ ચોકમા આવેલ ભગતસિંહના સ્ટચ્યુને વંદન કરી રવાપર રોડ, અવની ચોકડી થઇ ઉમિયા સર્કલ પહોંચી હતી. આ યાત્રાના સમગ્ર રૂટ પર પ્રધાનમંત્રી દ્વારા આપવામાં આવેલ "હર ઘર તિરંગા" નો સંદેશો પહોંચાડવામાં અવ્યો હતો મોરબી ભાજપ દ્વારા શહેરને તિરાંગમય બનાવવા જીલ્લામાં ૮૦૦૦૦ જેટલા તિરંગાનું વિતરણ કરવામાં આવ્યા છે.

મોરબીમાં યોજાયેલ તિરંગાયાત્રામાં ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયા અને દુર્લભજીભાઈ દેથરીયા, જીલ્લા ભાજપ પ્રમુખ રણછોડભાઈ દલવાડી, મહામંત્રીઓ જેઠાભાઈ મિયાત્રા, નરેન્દ્રસિંહ ઝાલા, શહેર ભાજપ પ્રમુખ લાખાભાઈ જારીયા, મહામંત્રીઓ ભાવેશ કંજારીયા, રિસિપભાઈ કૈલા, મોરબી જિલ્લા યુવા ભાજપના પ્રમુખ વિશાલભાઈ ઘોડાસરા, મહામંત્રી જયદીપભાઈ હુંબલ, મેઘરાજસિંહ ઝાલા, મોરબી શહેર ભાજપ મહિલા પ્રમુખ નિર્મલાબેન હડિયલ, પૂર્વ મહિલા સુધરાઈ સભ્યો હાજર રહ્યા હતા તેવી જ રીતે મોરબીના રવાપર ગામે ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરીયાની હાજરીમાં તિરંગા યાત્રા યોજાઇ હતી જેમાં તાલુકા ભાજપના પ્રમુખ અરવિંદભાઇ વાસદડિયા, જિલ્લા યુવા ભાજપના પ્રમુખ વિશાલભાઈ ઘોડાસરા, તાલુકા યુવા ભાજપના પ્રમુખ નિતિશભાઈ બાવરાવા સહિતના આગેવાનો અને કાર્યકરો હાજર રહ્યા હતા આવી જ રીતે વાંકાનેર શહેરના જુદાજુદા વિસ્તારમાં હર ઘર તિરંગા યાત્રા યોજાઇ હતી ત્યારે વાંકાનેરના ધારાસભ્ય જીતુભાઈ સોમાણી, હિરેનભાઇ પારેખ, ચેતનગીરી ગોસાઇ, પરેશભાઈ મઢવી તેમજ પાલિકાના માજી સભ્યો સહિતના ભાજપના આગેવાનો, હોદેદારો અને કાર્યકરો હાજર રહ્યા હતા અને ઘરે ઘરે તિરંગા લહેરાવ્યા હતા.
 

You Might Also Like