સમયસર જોયે છે ITR રિફંડ, તો ઈન્કમ ટેક્સ જમા કરાવ્યા પછી તરત જ કરો આ કામ
ITR ફાઈલ કરવાની છેલ્લી તારીખ સોમવાર (31 જુલાઈ) છે. જો તમે આવકવેરાના દાયરામાં આવો છો, તો તમારે આ તારીખ સુધીમાં ITR સબમિટ કરવું જરૂરી છે. જો તમે ITR સબમિટ કર્યું છે તો તમારે તમારા ITRનું ઈ-વેરિફિકેશન કરવું પડશે. તમે ઈન્કમ ટેક્સની વેબસાઈટ પર જઈને આધાર કાર્ડથી પણ આ કરી શકો છો.
ઈ-વેરિફિકેશનનો શું ફાયદો થશે?
ઈ-વેરિફિકેશનનો સૌથી મોટો ફાયદો એ છે કે તે કરાવ્યા પછી તમારું ઈન્કમ ટેક્સ રિટર્ન પૂર્ણ થઈ જાય છે. આ સાથે, જો તમે રિફંડ માટે પાત્ર છો, તો આવકવેરા વિભાગ દ્વારા તમારા ખાતામાં રિફંડ જમા કરવામાં આવે છે.

તમારું ITR કેવી રીતે ચકાસવું?
- આ માટે સૌથી પહેલા તમારે આવકવેરા વિભાગની વેબસાઈટના ઈ-ફાઈલિંગ પોર્ટલ પર જવું પડશે.
- તે પછી યુઝર આઈડી અને પાસવર્ડથી લોગઈન કરો.
- ઈ-ફાઈલ મેનુમાં આપેલ ઈ-વેરીફાઈના બટન પર ક્લિક કરવાનું રહેશે.
- પછી PAN, આકારણી વર્ષ, મોબાઇલ નંબર અને ITR સ્વીકૃતિ નંબર દાખલ કરો અને ચાલુ રાખો પર ક્લિક કરો.
- પછી e-verify પર ક્લિક કરો. વિનંતી કરેલ માહિતી ભરો.
- આ પછી, આધાર સાથે લિંક કરેલા મોબાઇલ નંબર દ્વારા તેની ચકાસણી કરો. આ પછી તમારી પાસે OTP આવશે. જે બાદ ડિજિટલ સિગ્નેચર સર્ટિફિકેટ જનરેટ થશે.
- આ પછી તમને ઈ-વેરિફિકેશનનો મેસેજ મળશે.

6 કરોડથી વધુ લોકોએ ITR ફાઈલ કર્યું છે
ઈન્કમટેક્સ વેબસાઈટ અનુસાર 30 જુલાઈ સુધી 6.13 કરોડ આઈટીઆર ફાઈલ કરવામાં આવ્યા છે. 31મી જુલાઈએ બપોરે 12 વાગ્યા સુધી 11.03 લાખ ITR ફાઈલ કરવામાં આવ્યા છે અને છેલ્લા એક કલાકમાં લગભગ 3.39 લાખ ITR ફાઈલ કરવામાં આવ્યા છે. તેવું આઇટી વિભાગ દ્વારા પહેલેથી જ કહેવામાં આવ્યું છે. ITR ફાઈલ કરવાની તારીખમાં કોઈ ફેરફાર થશે નહીં. આ કારણોસર, શક્ય તેટલી વહેલી તકે સમયસર રિટર્ન ફાઇલ કરો.