ટંકારા તાલુકાના ભાજપ પ્રમુખ તરીકે દિનેશભાઈ ગડારાની નિમણૂક

છેલ્લા 17 વર્ષથી પાયાના કાર્યકર એવા દિનેશભાઈ ગડારાની ટંકારા તાલુકા ભાજપ પ્રમુખ તરીકે નિમણૂક કરવામાં આવી છે
નવનિયુક્ત પ્રમુખે જણાવ્યું હતું કે ટંકારા તાલુકા ભાજપની મોટી જવાબદારી સોપવા બદલ ટંકારા ધારાસભ્ય શ્રી દુર્લભજીભાઈ દેથરીયા સાહેબ તથા પૂર્વ પ્રમુખ શ્રી કિરીટભાઈ અંદરપા સહિતના બધા જ કાર્યકર્તાઓનો આભાર વ્યક્ત કર્યો હતો અને કિરીટ અંદરપાએ સૌનો સાથ સૌનો વિકાસ સૂત્રને સાર્થક કરી અને વિકાસના કામોને આગળ ધપાવવા માટે શુભેચ્છા પાઠવી હતી. અને સરપંચ એસોસિએશન ટંકારા ના પ્રમુખ મહેશભાઈ લીખીયાએ પણ ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવી હતી