હળવદ તાલુકાના જુના ધનાળા ગામે રહેણાંક મકાનમાં ધમધમતા જુગારધામ પર પોલીસે રેડ કરી હતી જ્યાં જુગાર રમતા આઠ જુગારીને રોકડ રકમ અને ૮ મોબાઈલ સહીત કુલ રૂ ૧.૮૨ લાખના મુદામાલ સાથે ઝડપી લીધા છે તો એક ઇસમ નાસી જતા વધુ તપાસ ચલાવી છે

 

એલસીબી ટીમ પેટ્રોલિંગમાં હોય દરમિયાન જુના ધનાળા ગામે ઋષિરાજસિંહ કૃષ્ણસિંહ ઝાલાના મકાનમાં બહારથી માણસો બોલાવી જુગાર અખાડો ચલાવતા હોવાની બાતમી મળતા ટીમે રેડ કરી હતી જ્યાં જુગાર રમતા ઋષિરાજસિંહ કૃષ્ણસિંહ ઝાલા, પ્રવીણભાઈ ઉર્ફે પવો ગાંડાભાઈ ચાવડા, ચંદ્રકાંત દેવજીભાઈ અઘારા, કિરણ જીલુભાઈ ઝીન્ઝુંવાડિયા, અજીત સોમાભાઈ ગોહિલ, બાબુલાલ ગોવિંદભાઈ રાઠોડ, ગોપાલસિંહ જીતુભા જાડેજા અને હીરજીભાઈ ઉર્ફે હીરાભાઈ લક્ષ્મણભાઈ સરાવાડિયા એમ આઠને ઝડપી લઈને રોકડ રૂ ૧,૪૬,૬૦૦ અને ૮ મોબાઈલ કીમત રૂ ૩૫,૫૦૦ સહીત કુલ રૂ ૧,૮૨,૧૦૦ નો મુદામાલ કબજે લીધો છે જયારે એક આરોપી મહેમુદ ઉર્ફે ઉર્ફે રેવડી નથુભાઈ સિપાઈ રહે હળવદ વાળો નાસી જતા વધુ તપાસ ચલાવી છે

You Might Also Like