આગામી દિવસોમાં સુચિતા વ્યાસ, અઘોરી મુઝિક અને પ્રિયા સરૈયા રમઝટ બોલાવશે

મોરબી : મોરબીમાં છેલ્લા ઘણા વર્ષથી યોજાતા ઉમિયા નવરાત્રિ મહોત્સવનો ભવ્યાતિભવ્ય પ્રારંભ થઈ ચુક્યો છે. આજે બીજા નોરતે એટલે કે 4 ઓક્ટોબરના રોજ ઉમિયા નવરાત્રિ મહોત્સવમાં માટલા ઉપર માટલું ફેમ જીગર ઠાકોર જમાવટ કરશે.

મોરબીના લીલાપર કેનાલ રોડ પર રામકો રેસિડેન્સી ગ્રાઉન્ડમાં મા ઉમાનું આંગણુ ખાતે શ્રી ઉમિયા નવરાત્રિ મહોત્સવનું જાજરમાન આયોજન કરવામાં આવ્યું છે. આ ઉમિયા નવરાત્રિ મહોત્સવમાં આજે 4 ઓક્ટોબરના રોજ સિંગર જીગર ઠાકોર ઉપસ્થિત રહેશે અને ખેલૈયાઓને રાસ-ગરબે રમાડશે. જ્યારે આવતીકાલે તારીખ 5 ઓક્ટોબર અને 6 ઓક્ટોબરે ત્રીજા અને ચોથા નોરતે સિંગર સુચિતા વ્યાસ, 8 ઓક્ટોબરે છઠ્ઠા નોરતે અઘોરી મુઝિક અને 11 ઓક્ટોબરે નવમા નોરતે પ્રિયા સરૈયા ઉપસ્થિત રહીને રમઝટ બોલાવશે.

You Might Also Like