ઠંડી માટે તૈયાર રહેજો : મોરબી જિલ્લામાં હજુ પાંચ દિવસ તાપમાનનો પારો 10-11એ જ રહેશે
મોરબી સહિત રાજ્યભરમાં હાલ કડકડતી ઠંડી પડી રહી છે. ત્યારે મોરબી જિલ્લામાં આવતીકાલથી પાંચ દિવસ સુધી કાતિલ ઠંડીનો રાઉન્ડ શરૂ થવાની આગાહી વ્યક્ત કરવામાં આવી છે. ઠુઠવી નાખે તેવી ઠંડી પડશે. જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી, તરઘડિયાના જણાવ્યા અનુસાર મોરબી જિલ્લામાં 14 ડિસેમ્બરથી પાંચ દિવસ 10 થી 11 ડિગ્રી સુધી નીચું તાપમાન પહોંચી શકે છે.
મોરબી જિલ્લામાં 14 ડિસેમ્બર અને 15 ડિસેમ્બરના રોજ રાત્રિના સમય દરમિયાન તાપમાનનો પારો 10 ડિગ્રી સુધી પહોંચી શકે છે. જ્યારે 16 થી 18 ડિસેમ્બર ત્રણ દિવસ 11 ડિગ્રી સુધી તાપમાન પહોંચવાની આગાહી વ્યક્ત કરવામાં આવી છે. તારીખ 18 થી 23 ડિસેમ્બર સુધી પણ સુકું, ઠંડુ અને મોટાભાગે સ્વચ્છ હવામાન રહેવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.
ઠંડીથી બચવા આટલું કરો
ઉનના ગરમ કપડા પહેરવા.
- હુંફાળું ગરમ પાણી અને ગરમ પીણું ચા-કોફી પીવા.
- માથું, નાક, કાન, ગળું, હાથ અને પગ વ્યવસ્થિત રીતે ગરમ કપડાથી ઢાંકવા,
- બાળકો અને વૃદ્ધોને ઘરની અંદર રહેવા જણાવવું.
ઘર વિહોણા નાગરિકોને સલામત રહેઠાણ અને ગરમ વસ્ત્રોની વ્યવસ્થા કરવી.
- ઠંડીના કારણે શિયાળુ પાકોમાં હિમની અસર ના થાય તે માટે સ સમયે હળવું પિયત આપવું અને પાક અવશેષ/પ્લાસ્ટિકનું આવરણ કરવું.