મોરબીના માર્કેટ યાર્ડની છત પર પત્તા ટીચતાં કળિયુગના ત્રણ શકુનિઓ પકડાયા
મોરબીમાં શનાળા રોડ ખાતે આવેલા માર્કેટ યાર્ડની સી લાઇનની છત ઉપર જુગાર રમતા ત્રણ જુગારીઓને મોરબી સીટી એ ડિવિઝન પોલીસની ટીમ ઝડપી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

મોરબી સીટી એ ડિવિઝન પોલીસની ટીમ પેટ્રોલિગમાં હોય દરમીયાન શનાળા રોડ ખાતે આવેલા માર્કેટ યાર્ડની સી લાઇનની છત ઉપર જુગાર રમતા મનસુખભાઇ ત્રિભુવનભાઇ સાવસાણી, કલ્પેશભાઇ ગણેશભાઇ મારવાણીયા અને કિશોરભાઇ પ્રભુભાઇ સાવસાણીને રોકડ રકમ રૂ.૨૫૩૫૦ સાથે ઝડપી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે