ગત સપ્તાહે મોરબી કોંગ્રેસના આગેવાન દ્વારા રફાળેશ્વર નજીક પેપરમીલ અને સિરામિક ઉદ્યોગ દ્વારા અહીં કચરો નાખવામાં આવતો હોવાનું અને આ પ્રદુષિત કચરા ઉપર વરસાદ વરસ્યા બાદ વરસાદી પાણી મોરબીના મચ્છુ-2 ડેમમાં જતું હોવાની રજુઆત કરતા આ મામલે મોરબી સીરામીક એસોસીએશને સ્પષ્ટતા કરતા જણાવ્યું હતું કે, મોરબીના સિરામીક ઉદ્યોગ દ્વારા ઘન કચરાનો રિયુઝ કરવામાં આવે છે જેથી અહીં સિરામિકનો કચરો ફેંકવામાં આવતો હોવાના આક્ષેપ પાયા વિહોણા હોવાનું જણાવી કોંગ્રેસના આક્ષેપને વખોડી કાઢ્યા હતા.

મોરબી સિરામીક એસોશિએશન પ્રમુખ દ્વારા જારી કરાયેલ નિવેદન મુજબ ગત સપ્તાહમાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતી મોરબી દ્વારા સિરામિક ઉદ્યોગ રફાળેશ્વર નજીક કેમિકલ યુક્ત કચરો નાખે છે તેવો આક્ષેપ થયો હતો અને જીલ્લા વહીવટી માં ફરિયાદ થઇ હતી. 

પરંતુ હકીકતમાં મોરબી સિરામિક ઉદ્યોગના પ્રોસેસમા જે – જે ઘન કચરો નિકળે છે તે ફરી વખત સિરામીક પ્રોસેસમા વપરાય જતો હોય છે. કારણ કે આ ઘન કચરો ફરીથી પ્રોસેસમા વપરાતો હોય પ્રોડક્શન કોસ્ટ નીચી આવતી હોય છે માટે તે પણ કિંમતી છે અને સિરામિક માટે રો – મટીરીયલ્સ છે. તો આવો ઘન કચરો નદીમાં કે ક્યાય બહાર નાખવો કોઇ સીરામીક ઉદ્યોગને પોસાય નહી.

વધુમાં આ ઘન કચરો હાલમાં બજારમાં વેચાય છે અને ફરી વખત વાપરીને ટાઇલ્સ બનાવવમાં આવે છે. તો જે ફરિયાદ થઇ છે તે મચ્છુ-2 ડેમ નજીક ઠલવાતો કેમિકલ યુક્ત કચરો સિરામિકઉદ્યોગનો ન હોવાનું અને સિરામિકના યુનિટો આવા કચરા ક્યાય નાખતા નથી તેમ જણાવી કોંગ્રેસે કરેલા આક્ષેપને પાયા વિહોણા ગણાવી આક્ષેપોને સિરામીક એસોશિએશન પ્રમુખો દ્વારા વખોડી કાઢવામાં આવ્યા હતા.

You Might Also Like