માવઠાના ત્રીજા રાઉન્ડની આગાહી : ગુજરાતમાં ફરી શરૂ થશે માવઠાનો વધુ એક રાઉન્ડ
29 માર્ચથી સતત 5 દિવસ સુધી રાજ્યમાં પડશે કમોસમી વરસાદ
હવામાન વિભાગની આગાહી મુજબ, દક્ષિણ-પશ્ચિમ રાજસ્થાનમાં વધુ એક સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ બની છે. જેના કારણે 29 માર્ચથી માવઠાંનો વધુ એક રાઉન્ડ શરૂ થઈ શકે છે. જે સતત 5 દિવસ સુધી રહી શકે છે. એટલે કે 2 એપ્રિલ સુધી વરસાદ વરસી શકે છે. આ પ્રકારે સતત ત્રીજા રાઉન્ડ થી ખાસ ખેડૂતોમાં ચિંતાનું મોજું પ્રસર્યું છે.