રાજ્યમાં આજથી વિધિવત્ ચોમાસાનું આગમન : 5 દિવસ ભારે વરસાદની આગાહી
બે દિવસ બાદ આ વિસ્તારોમાં વરસાદ પડશે
જ્યારે સુરત, નવસારી, વલસાડ અને દમણમાં મંગળવારના રોજ, બુધવારના રોજ સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડ, દમણ અને દાદરા નગર હવેલીમાં ભારે વરસાદ પડશે. આ સિવાય અમદાવાદ, આણંદ, અરવલ્લી, દાહોદ, ગાંધીનગર, ખેડા, મહિસાગર, પંચમહાલ, અમરેલી, ભાવનગર, બાટોદ, ગીર સોમનાથ, જામનગર, જૂનાગઢ, પોરબંદર, રાજકોટ, મોરબી, સુરેન્દ્રનગર સહિતના વિવિધ વિસ્તારમાં ગાજવીજ સાથે હળવો વરસાદ પડશે.
જુલાઈ 5 સુધીમાં સૌરાષ્ટ્ર અને કચ્છના ભાગોમાં વરસાદની શક્યતા
અંબાલાલ પટેલે જણાવ્યું કે, બંગાળના ઉપસાગરમાં ઊભું થતું વરસાદી વહનના કારણે ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદ થશે. આગામી 5 દિવસ રાજ્યના મોટા ભાગના વિસ્તારમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. મધ્ય ગુજરાત, ઉત્તર-મધ્ય, પૂર્વ ગુજરાતના ભાગોમાં વરસાદની શક્યતા છે. આહવા, ડાંગ અને વલસાડના ભાગોમાં વરસાદ વરસાદ વરસી શકે છે. જુલાઈ 5 સુધીમાં સૌરાષ્ટ્ર અને કચ્છના ભાગોમાં પણ વરસાદની શક્યતા રહેશે. જે ચોમાસાનો વિધિવત્ વરસાદ હશે.