કમોસમી વરસાદના વધુ એક રાઉન્ડને લઈને હવામાન વિભાગ અને અંબાલાલ પટેલે કરી આગાહી, અખાત્રીજના દિવસે પણ થશે માવઠું!!
6 અને 7 એપ્રિલે કમોસમી વરસાદની આગાહી
હવામાન વિભાગે જણાવ્યું છે કે, વધુ એક વેસ્ટન ડિસ્ટર્બન્સ સક્રિય થયું છે. જેના કારણે 6 અને 7 એપ્રિલના ઉતર ગુજરાત અને કચ્છના વિસ્તારમાં માવઠુ થવાની શક્યતા છે. એટલે એવું કહી શકાય કે ફરી ગુજરાત માટે ભારે દિવસોની શરૂઆત થવા જઈ રહી છે. હવામાન વિભાગની આગાહીને પગલે ખેડૂતોની માથે ચિંતાના વાદળો ઘેરાઈ ગયા છે. વરસાદની અને વાતાવરણમાં આવી રહેલા પલટાની સીધી અસર ખેડૂતો પર પડી રહી છે.
આ વખતે નબળું રહેશે ચોમાસુંઃ અંબાલાલ
અંબાલાલ પટેલે જણાવ્યું કે, 8થી 14 એપ્રિલ સુધી આંધી, વંટોળ સાથે કમોસમી વરસાદ અને કરા પણ પડી શકે છે. 22 એપ્રિલ એટલે કે અખાત્રીજના દિવસે પણ માવઠું થઈ શકે છે. આ વખતનું ચોમાસું નબળું રહેશે. આ આગાહીના કારણે ધરતીપુત્રો અને લોકોની ચિંતા વધી ગઈ છે.