હળવદ તાલુકાના નવાઘાંટીલામા બાળપણમાં માત્ર 10 ધોરણ જેટલું શિક્ષણ મેળવેલ સંગીતાબેન દરેક સ્ત્રી માટે પ્રેરણાદાયી મશાલ રૂપ છે. હાલ તેઓ મોડપર ગામે સરપંચ પદ પર સુચારું જવાબદારી સાંભાડી રહ્યા છે.

આજે મહિલા દિવસની વાત કરીએ તો વિવિધ ક્ષેત્રમાં મહિલાની સિદ્ધિની તો મોરબીના નાનકડા ગામ એવા મોડપર ગામના મહિલા સરપંચ સંગીતાબેન રજનીકાંત કગથરા કે જેઓ ગામમાં મહિલા સંચાલિત દૂધની ડેરી ચલાવતા હોય તેમજ સહકારી ક્ષેત્ર ના મહિલા આગેવાન હોય, મયુર ડેરી મોરબીમાં બોર્ડ ઓફ ડાયરેક્ટર  હોય, જેઓને ગામ દ્વારા સરપંચ તરીકે ચૂંટતા તેઓ પોતે જ મોડપર ગ્રામ પંચાયતનો વહીવટ ચલાવે છે. મોડપર ગામના વિકાસના કામને લગતા પ્રશ્નો તેમજ વહીવટી કામગીરીમાં પોતે ગ્રામપંચાયતના સદસ્યોને સાથે રાખીને નિર્ણય મોડપર ગામના મહિલા સરપંચ સંગીતાબેન પોતે જ લ્યે છે. તેમજ ગામના જટિલ પ્રશ્નો માટે ઉપલા અધિકારી કે રાજકારણી પાસે પોતે જ રજુઆત કરે છે અને ગ્રામપંચાયતનું સફળ સંચાલન કરે છે.

કેવાય છે ને કે એક સ્ત્રીની વેદના સ્ત્રી જ સમજી શકે. ગ્રામ પંચાયતના સરપંચ તરીકે ચૂંટાતા પેલું જ કામ ગામના દરેક લાભપાત્ર વિધવા બહેનોને વિધવા સહાય આપવાનું કામ તેમણે કર્યું છે. તેમજ અવાર નવાર આયુષયમાંન કાર્ડ તેમજ ઇશ્રમ કાર્ડના કેમ્પનું આયોજન કરીને વધુમાં વધુ ગ્રામજનો લાભ લ્યે તેવું આયોજન ગ્રામપંચાયત હેઠળ કરતા રહે છે.

You Might Also Like