ટંકારાની લતીપર ચોકડી પાસે ગૌરક્ષકોની ટીમે વોચ ગોઠવી હતી અને ત્રણ બોલેરો પિક અપ વાનમાં કતલખાને લઈ જતા ૧૧ ગૌવંશને બચાવ્યા હતા અને ત્રણેય બોલેરોના ચાલક આરોપીઓને ઝડપીને ટંકારા પોલીસને સોપીને ફરિયાદ નોંધાવી હતી

અખીલ વિશ્વ ગૌ સવર્ધન પરીષદ દીલ્હીના ગુજરાત રાજ્યના સંગઠન મંત્રી અને ગૌ રક્ષક કમાન્ડો ફોર્સ મોરબી જિલ્લા પ્રમુખ કમલેશભાઈ ભગવાનભાઈ રૂંજાએ આરોપી ડ્રાઈવર નિજામદિન મામદીન જત, રોમતુલા જુમન જત અને રફીક હાજી ગફુર જત વિરુદ્ધ ટંકારા પોલીસમાં ફરિયાદ નોંધાવી છે કે તા.૧૧ ના રોજ બપોરના સમયે તેમને બાતમી મળી હતી કે, મિતાણા ગામ બાજુથી ત્રણ બોલેરોમાં ગાયો ભરીને મોરબી તરફ આવે છે. 

જેથી કમલેશભાઈ અન્ય ૪ ગૌરક્ષકો સાથે ટંકારાની લતીપર ચોકડીએ પહોચ્યા હતા. જ્યાં ટંકારાના ગૌ-રક્ષકો પહેલેથી જ ઉપસ્થિત હતા.

જ્યાં રાજકોટ રોડ થી ટંકારા તરફ બાતમી અનુસાર ત્રણ બોલેરો પસાર થતાં તેને અટકવામાં આવી હતી. જેમાં પ્રથમ બોલેરો પીકઅપ GJ12BZ-1948ના ડ્રાઇવર નિજામદિન મામદીન જત,બીજી બોલેરો પીકઅપ GJ18BV-1868ના ડ્રાઇવર રોમતુલા જુમન જત અને ત્રીજી બોલેરો પીકઅપ GJ12BZ-9312ના રફીક હાજી ગફુર જત સહિત ત્રણેયની પૂછપરછ કરવામાં આવી હતી. અને ત્રણેય બોલેરોને ખોલીને જોતા પ્રથમ બોલેરોમાં બે ગાય તથા બે વાછરડા, બીજી બોલેરોમાં બે ગાય તથા બે વાછરડા અને ત્રીજી બોલેરોમાં એક ગાય તથા બે વાછરડા એમ મળી કુલ ૧૧ ગૌવંશને ખીચોખીચ દયનીય હાલતમા ટુકા દોરડાથી ક્રુરતા પુર્વક બાંધેલ હાલતમાં મળી આવ્યા હતા.

ત્રણેય બોલેરો પીકઅપ વાહનની અંદર ઘાસ ચારા કે પાણીની કોઈ વ્યવસ્થા હતી નહીં. આ બાબતે ત્રણેય ડ્રાઇવર પાસે કાયદેસરના દસ્તાવેજ માગતા તેની પાસે કોઈ દસ્તાવેજ કે પ્રમાણપત્ર મળી આવ્યું ન હતું. જેથી ત્રણેય બોલેરો પીકઅપ વાન અને તેના ડ્રાઈવરોને ટંકારા પોલીસ સ્ટેશન ખાતે સોપી ટંકારા પોલીસમાં ફરિયાદ નોંધાવી છે

You Might Also Like