ખાડા ખાબડા વાળા રોડ, દબાણ સહિતના પ્રશ્ને વોર્ડ નંબર-9ના રહેવાસીઓ આકરા પાણીએ, આવતીકાલે કલેક્ટર કચેરીએ ધામા
બે મહિના અગાઉ કરેલી રજુઆત અંગે નગરપાલિકા-કલેકટર સહિતના તંત્રએ આંખ આડા કાન કરતાં વોર્ડ - 9 નાં યુવાનોએ બાયો ચડાવી, કામ ચાલુ ન થાય ત્યાં સુધી કલેક્ટર ઓફિસે ધામા નાખવાની તૈયારીઓ.
મોરબી પંચસર રોડ સહિતની સોસાયટીઓનાં લોકો વારંવાર રજૂઆત કરી છતા પણ અત્યાર સુધીમાં માત્ર મદયું આશ્વાસન, તમારું કામ થઈ જશે પણ ક્યારે થશે તે ક્યારેય કોઈ કહેતું નથી, નગરપાલિકા, કલેક્ટર ઓફિસ સહિતની જગ્યાઓમાં વારંવાર રજૂઆત કરવામાં આવે છે, કાઉન્સિલરો રજૂઆત કરી તો તે કહે છે નગરપાલિકામાં અમારું કોઈ માનતા નથી. વોર્ડ - 9 નાં યુવાનોએ કહ્યું કે આપના હાથ જગન્નાથ, હવે આપણે લડીને જ કામ કરાવવું જ પડશે.
શું છે વોર્ડ - 9 નાં લોકોની માંગ?
- જુના બસ સ્ટેન્ડથી પંચાસર રોડ પર આવતા દબાણો દૂર કરી રસ્તાઓ ખુલ્લા કરવા
- પંચાસર રોડ બિસ્માર હાલતમાં હોય નવો બનાવવા
- પંચાસર ચોકડીને મોટું કરી સર્કલ બનાવી સીસીટીવી કેમેરા મુકવા
- પંચાસર રોડ પર વિવિધ જગ્યાએ સીટી બસનો સ્ટોપ આપવા
- પંચાયત રોડ લાતી પ્લોટ સાથે કનેક્ટેડ હોય ટ્રાન્સપોર્ટશન વધુ હોય ટ્રાફિકની સમસ્યા ઉકેલવા
- નાની કેનાલ રોડ ખાડા ખાબડા વાળો હોય તો હાલ નવો બનાવવાની કામગીરી નબળી હોય અને તે રોડ પંચાસર રોડને ટપી પ્રમુખ સ્વામી સોસાયટીથી જોડતો રોડ લાબાવવામાં આવે અને વોર્ડ નંબર 9ના તમામ વિસ્તારમાં નવા રોડ બનાવવા
- ગટર સહિતની સમસ્યા ઉકેલવાની કરી માંગ
જો આ પ્રાથમિક સુવિધાનો પ્રશ્ન હલ ન થાય તો ગાંધી ચીંધ્યા માર્ગે આંદોલન કરવાની ચીમકી આપી છે.