મોરબી જિલ્લા પંચાયતના આગામી અઢી વર્ષની ટર્મ માટે બુધવારે પ્રમુખ ઉપપ્રમુખની વરણી કરવામાં આવશે. આવી જ રીતે ગુરુવાર સુધીમાં પાંચેય તાલુકા પંચાયતના પ્રમુખ અને ઉપપ્રમુખ નિમાય જશે.

મોરબી જિલ્લા પંચાયતના પ્રમુખ-ઉપપ્રમુખનો અઢી વર્ષની ટર્મનો કાર્યકાળ પૂરો થતાં બીજી ટર્મના નવા પ્રમુખ અને ઉપપ્રમુખની ચૂંટણી પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. જો કે જિલ્લા પંચાયતમાં ભાજપની બહુમતી હોવાથી અને આગામી અઢી વર્ષની ટર્મના પ્રમુખની સીટ અનુજાતિ અનામત હોય પ્રમુખ પદ માટે પૂર્વ પ્રમુખ હંસાબેન પારઘી અને બીજા ટંકારના ઓટાળા સીટના રમાબેન અશોકભાઈ ચાવડા નામના મહિલા ઉમેદવાર સ્પષ્ટ દાવેદાર મનાય છે. પક્ષ આ બે મહિલા ઉમેદવારમાંથી કોઈ એકની પ્રમુખ તરીકે વરણી કરશે. જો કે જિલ્લા પંચાયતના પ્રમુખ ઉપપ્રમુખની ચૂંટણી માટે આવતીકાલે ફોમ ભર્યા બાદ ચકાસણી થશે અને બુધવારે સામાન્ય સભામાં મોરબી જિલ્લા પંચાયતના પ્રમુખ ઉપપ્રમુખની વરણી કરવામાં આવશે. એવી જ રીતે મોરબી જિલ્લાની પાંચેય તાલુકા પંચાયતના પ્રમુખ ઉપપ્રમુખની ચૂંટણી એક બે દિવસમાં યોજશે અને ગુરુવાર સુધીમાં પાંચેય તાલુકા પંચાયતના પ્રમુખ ઉપપ્રમુખની વરણી કરવામાં આવશે.

You Might Also Like