ટંકારાના નસિતપર ગામે ૨૪/૧૧/૨૦૨૩ ના રોજ ગૌશાળાના લાભાર્થે નાટક યોજાશે
*ટંકારા ના નસીતપર ગામે તા.૨૪/૧૧/૨૦૨૩ ના રોજ શ્રી જય અંબે ગૌ સેવા યુવક મંડળ રાજપર (કું.) દ્વારા શ્રી મારૂતિ ગૌ શાળા ટ્રસ્ટ્ર ના લાભાર્થે ભવ્ય નાટક યોજાશે.*
*ટંકારા: આગામી તારીખ ૨૪/૧૧/૨૦૨૩ ને શુક્રવાર ના રોજ રાત્રે ૯.૩૦ કલાકે નસીતપર ગામે શ્રી મારૂતિ ગૌ શાળા ટ્રસ્ટ - નસીતપર ના લાભાર્થે શ્રી જય અંબે ગૌ સેવા યુવક મંડળ રાજપર (કું) દ્ઘારા મહાન ઐતિહાસિક નાટક રામ વનવાસ યાને લંકા દહન અને સાથે હાસ્ય રસીક કોમિક દેવ નો દિધેલો દામલો ભજવામાં આવશે. તો આ નાટક અને કોમિક નિહાળવા તથા ગૌ સેવા ના આ ભગીરથકાર્યમાં સહભાગી થવા જાહેર જનતાને શ્રી મારૂતિ ગૌ શાળા ટ્રસ્ટ તથા સમસ્ત નસીતપર ગામ વતી ભાવભર્યું આમંત્રણ પાઠવવા માં આવે છે.*