વાંકાનેર તાલુકાના ઢુંવા નજીક આવેલ સીરામીક ફેકટરીમાં સ્પ્રે ડાયર વિભાગમાં રીવર્સમાં આવેલ કોલસો ભરેલા ટ્રેકટર હડફેટે આવી જતા ચાર વર્ષના માસુમ બાળકનું મૃત્યુ નીપજ્યું હતું.

All about the legal rights of the dead

બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ વાંકાનેરના ઢુંવા નજીક આવેલ મિલેનિયમ સીરામીક ફેકટરીમાં ગઈકાલે બપોરના સમયે સ્પ્રે ડાયર વિભાગમાં કામ કરી રહેલા વિનોદ કાલુસિંહ વાણીયા ઉ.24 ના ચાર વર્ષના પુત્ર ક્રિષ્નાને કોલસા ઠાલવવા આવેલ જીજે-36-એસી-4208 નંબરના ટ્રેકટર ચાલકે ટ્રેકટર રીવર્સમાં લેતી વખતે હડફેટે લેતા ગંભીર ઈજાઓ પહોંચતા ક્રિષ્નાને મોરબી સારવારમાં ખસેડવામાં આવ્યો હતો જ્યાં સારવાર દરમિયાન મૃત્યુ નિપજતા પોલીસે ટ્રેકટર ચાલક વિરુદ્ધ ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.

You Might Also Like