મોરબીમાં જુગાર રમતા શખ્સો પકડાવવાનો સિલસિલો યથાવત રહ્યો છે. ગઈકાલે મોરબી જિલ્લા પોલીસે ત્રણ સ્થળોએ દરોડા પાડી જુગાર રમતા ૧૩ શખ્સોને પકડી પાડ્યા છે. જયારે ૦૩ શખ્સો નાસી જતા તેમને વોન્ટેડ જાહેર કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

પ્રથમ દરોડામાં, મોરબી સીટી બી ડિવિઝન પોલીસની ટીમે બાતમીનાં આધારે વીસીપરા રેલ્વે સ્ટેશન પાછળ ખાડા વિસ્તાર અલીશા પીરની દરગાહની બાજુમાં રેઈડ કરી જુગાર રમતા કિશનભાઇ ધીરૂભાઇ સોલંકી (રહે.વીસીપરા રેલ્વે સ્ટેશન પાછળ ખાડા વિસ્તાર અલીશા પીરની દરગાહની બાજુમાં મોરબી), કમુબેન બટુકભાઇ ધનજીભાઇ સોલંકી (રહે.વીસીપરા રેલ્વે સ્ટેશન પાછળ ખાડા વિસ્તાર અલીશા પીરની દરગાહની બાજુમાં મોરબી) તથા મંજુબેન રમેશભાઇ સોલંકી (રહે.વીસીપરા રેલ્વે સ્ટેશન પાછળ ખાડા વિસ્તાર અલીશા પીરની દરગાહની બાજુમાં મોરબી) નામના શખ્સોને પકડી પાડી તેમની પાસેથી રોકડા રૂપીયા-૧૮૫૦/-નો મુદ્દામાલ કબ્જે કરવામાં આવ્યો છે.

Spouses of 3 Hyderabad corporators held for gambling- The New Indian Express

બીજા દરોડામાં, વાંકાનેર તાલુકા પોલીસની ટીમ દ્વારા તીથવા ગામથી ધવાણીયા સીમ તરફ જતા રસ્તે તીથવાની મહા નદી પાસે રેઈડ કરવામાં આવી હતી અને બાવળના ઝાડ નીચે જુગાર રમતા અરવિંદભાઈ ઉર્ફે મુનો ધનજીભાઈ વાઘેલા (રહે તીથવા સ્મશાનની બાજુમા તા.વાંકાનેર જી.મોરબી), મહેશભાઈ હરજીભાઈ બારૈયા (રહે.તીથવા કુબા વિસ્તાર તા.વાંકાનેર જી.મોરબી) તથા મહેશભાઈ અમરશીભાઈ વાઘેલા (રહે.તીથવા સ્મશાનની બાજુમ તા.વાંકાનેર જી.મોરબી) નામના શખ્સોને રોકડા રૂ.૧૩૯૦/-ના મુદ્દમાલ સાથે પકડી પાડવામાં આવ્યા હતા. જયારે ટિનુભાઈ ધરમશીભાઈ વાઘેલા (રહે તીથવા તા.વાંકાનેર જી.મોરબી), ભાવેશભાઈ ઉકાભાઈ વાઘેલા (રહે તીથવા તા.વાંકાનેર જી.મોરબી) તથા અનીલભાઈ બાબુભાઈ વાઘેલા (રહે તીથવા તા.વાંકાનેર જી.મોરબી) પોલીસને આવતી જોઈ જતા ફરાર થયા હતા. જેથી પોલીસ દ્વારા તેમને વોન્ટેડ જાહેર કરી તમામ વિરુદ્ધ ગુન્હો દાખલ કરવામાં આવ્યો છે.

ત્રીજા દરોડામાં, હળવદ પોલીસ દ્વારા દીઘડીયા ગામના પાદરમાં જગુભા ઘનુભાની વાડી પાસેથી જીલાભાઈ ગેલાભાઈ મોલાડીયા (રહે. દીઘડીયા તા.હળવદ જી.મોરબી), ભીમાભાઈ બાબુભાઈ કાંજીયા (રહે.દીઘડીયા તા.હળવદ જી.મોરબી), દિનેશભાઈ બાદરભાઇ મોલાડીયા (રહે. દીઘડીયા તા.હળવદ જી.મોરબી), અરવિંદભાઈ નાગરભાઈ નંદેસરીયા (રહે.દીઘડીયા તા.હળવદ જી.મોરબી), સુરેશભાઇ વેરશીભાઈ નંદેસરીયા (રહે.દીઘડીયા તા.હળવદ જી.મોરબી), વિનાભાઈ સજાભાઈ કાંજીયા (રહે. દીઘડીયા તા.હળવદ જી.મોરબી) તથા અનીલભાઈ વરસીંગભાઈ દલસાણીયા (રહે.દીઘડીયા તા.હળવદ જી.મોરબી)ને જાહેરમાં ગેરકાયદેસર રીતે ગંજી પતાના પના અને પૈસા વતી પૈસાની હારજીતનો તીનપતીનો રોન પોલીસનો જુગાર રમતા પકડી પાડી તેમની પાસેથી રોકડ રૂ.૧૧,૫૦૦/-નો મુદ્દામાલ કબ્જે કરવામાં આવ્યો છે.

You Might Also Like