હાલમાં પવિત્ર શ્રાવણમાં ચાલી રહ્યો છે ત્યારે શિવ મંદિરે શિવ ભક્તોની ભીડ રહેતી હોય છે જોકે મોરબી નજીક આવેલ શોભેશ્વર મહાદેવ મંદિર સુધી જવાનો રસ્તો બિસ્માર હાલતમાં છે અને રસ્તા ઉપર સ્ટ્રીટ લાઈટ પણ ન હોવાથી ત્યાં દર્શન કરવા માટે થઈને આવતા જતા દર્શનાર્થીઓને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડે છે ત્યારે શોભેશ્વર મહાદેવ મંદિર ટ્રસ્ટ અને કાઠીયાવાડ બાલ આશ્રમ સંચાલિત વૃદ્ધાશ્રમ દ્વારા જિલ્લા કલેકટરને લેખિત રજૂઆત કરીને રસ્તાનું ત્વરિત રીપેરીંગ કામ કરવામાં આવે તેમજ સ્ટ્રીટ લાઈટો ચાલુ કરવામાં આવે તેવી માંગણી કરવામાં આવેલ છે

શ્રાવણ માસમાં શિવજીનું પૂજન અર્ચન કરવા માટે થઈને શિવભક્તો સવાર સાંજ શિવ મંદિરે જતા હોય છે ત્યારે જો વાત કરીએ મોરબીની તો મોરબી નજીક આવેલ શોભેશ્વર મહાદેવ મંદિર સુધી જવાનો કુબેર ટોકીઝથી લઈને શોભેશ્વર મંદિર સુધીનો રસ્તો અતિબિસ્માર હાલતમાં છે અને આ રસ્તા ઉપર સ્ટ્રીટ લાઈટ પણ બંધ છે અથવા તો નથી જેના કારણે શિવ મંદિરે દર્શન કરવા માટે થઈને જતા શિવભક્તોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડે છે અને વહેલી સવારે અથવા તો મોડી સાંજના આ રસ્તા ઉપરથી અવરજવર કરવામાં મહિલાઓ, બાળકો સહિતના શિવભક્તોને હાલાકીનો સામનો કરવો પડે છે 

Shobheshwar Mahadev Temple in the city Morbi

ત્યારે કાઠીયાવાડ બાલાશ્રમ સંચાલિત વૃદ્ધાશ્રમ અને શોભેશ્વર મહાદેવ મંદિર ટ્રસ્ટ દ્વારા હાલમાં જિલ્લા કલેકટરને લેખિતમાં રજૂઆત કરીને શોભેશ્વર મહાદેવ મંદિર સુધીનો જે રસ્તો અતિબિસ્માર હાલતમાં છે તેનું તાત્કાલિક રીપેરીંગ કામ કરવામાં આવે અને શોભેશ્વર મહાદેવ મંદિરના પટાંગણમાં નગરપાલિકા દ્વારા પેવર બ્લોકનું કામ કરવામાં આવેલું હતું જે પૂર્ણ કરવામાં આવેલ નથી જેથી કરીને દર્શનાર્થીઓને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડે છે 

આટલું જ નહીં પરંતુ કુબેર ટોકીઝ થી લઈને શોભેશ્વર મહાદેવ મંદિર સુધીના રસ્તા ઉપર વૃદ્ધાશ્રમ, વિકાસ વિદ્યાલય, આંબેડકર ભવન વિગેરે આવેલ હોય ત્યાં અવરજવર કરતા લોકોને પણ રસ્તા ઉપરથી અવરજવર કરવામાં મુશ્કેલીનો સામનો કરવો પડતો હોય છે જેથી કરીને લોકોની હાલાકી દૂર થાય તે માટે રસ્તાનું રીપેરીંગ કામ ઝડપથી કરવામાં આવે અને સ્ટ્રીટ લાઈટો પણ ચાલુ કરવામાં આવે તેવી માંગણી કરવામાં આવેલ છે

You Might Also Like