ટંકારા તાલુકાના ધ્રુવનગર ગામમાં જન્મથી જ હૃદયમાં કાણું (congenital heart disease) ધરાવતું ૧૦ માસનું બાળક ધ્રુવ કાનજીભાઈ વાઘેલા નું ટંકારા તાલુકાની RBSK ટીમ દ્વારા સફળ ઓપરેશન વિના મૂલ્યે કરવામાં આવેલ.RBSK ટીમનાં મેડિકલ ઓફિસર ડો. અમિતા સનારિયા તથા ડો. કેયૂર જાની દ્વારા બાળકનાં ઘરે જઈને તપાસ કરવામાં આવેલ હતું.  જેમાં બાળકને હૃદયરોગ હોવાની જાણ થતાં રીફર કાર્ડ ભરી અમદાવાદ ની યુ.એન. મહેતા હાર્ટ હોસ્પિટલમાં મોકલવામાં આવેલ હતું જેમાં બાળકનું RBSK કાર્ડ અંતર્ગત વિનામૂલ્યે સફળ ઓપરેશન કરવામાં આવ્યું. આ સારવારનો પ્રાઇવેટ હોસ્પિટલમાં ૩-૪ લાખનો ખર્ચ આવે છે અને બાળકનો પરિવાર આર્થિક રીતે સક્ષમ ન હોય વિના મૂલ્યે સારવાર, યોગ્ય સમયે માર્ગદર્શન તથા રેફરલ સર્વિસ આપવા માટે RBSK ડો. અમિતા સનારીયા તથા ડો. કેયૂર જાનીનો તથા સરકારની આ યોજનાનો આભાર માન્યો હતો.

You Might Also Like