ટંકારા ઓરપેટ કન્યા શાળા ખાતે SVS કક્ષાનું ગણિત વિજ્ઞાન પ્રદર્શન યોજાયું
આજ તા. 30/09/2024 ને સોમવાર ના રોજ ઓરપેટ કન્યા વિદ્યાલય – ટંકારા ખાતે મહર્ષિ દયાનંદ શાળા વિકાસ સંકુલ – ટંકારા નુ 'બાળ વિજ્ઞાન પ્રદર્શન-2024-25 આયોજન કરવામાં આવ્યું હતું.
જય ભારત સાથ જણાવવાનું કે રાજ્ય સરકારશ્રી દ્વારા વિદ્યાર્થીઓમાં ગણિત–વિજ્ઞાન જેવા અઘરા ગણાતા વિષયોમાં રસ રુચી વધે, વિદ્યાર્થીઓમાં નવી વિચાર શક્તિ ખીલે તેમજ વિદ્યાર્થીઓમાં રહેલી પ્રતિભાને પ્રેરણા અને પ્રોત્સાહન પુરૂ પાડી શકાય તથા પ્રતિભા સંપન્ન વિદ્યાર્થીઓને માર્ગદર્શન મળે, નવું નવું જાણવા મળે અને નવું નવું શીખવા મળે તે હેતુથી "બાળ વૈજ્ઞાનિક પ્રદર્શન" નું શાળા વિકાસ સંકુલ કક્ષાએ આયોજન કરવામાં આવે છે.
મહર્ષિ દયાનંદ શાળા વિકાસ સંકુલ – ટંકારા ના કન્વીનર શ્રી ભાવેશભાઈ કે. જીવાણી ના જણાવ્યા મુજબ G.C.E.R.T. ગાંધીનગર અને જિલ્લા શિક્ષણ તાલીમ ભવન રાજકોટ તરફથી વર્ષ 2024-25ના બાળ વૈજ્ઞાનિક પ્રદર્શનમાં જુદા જુદા પાંચ વિભાગ રાખવામાં આવેલ જેનો મુખ્ય વિષય Science and Technology for Sustainable Future હતો. જે અનુસંધાને તા. 30/09/2024 ના સોમવારના ઓરપેટ કન્યા વિદ્યાલય – ટંકારા ખાતે મહર્ષિ દયાનંદ શાળા વિકાસ સંકુલ – ટંકારા ના બાળ વૈજ્ઞાનિક પ્રદર્શનમાં માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શાળામાંથી કુલ 24 કૃતિમાં કુલ 48 વિદ્યાર્થીઓએ ભાગ લીધેલ હતો, દરેક વિભાગમા ભાગ લેનાર તમામ બાળ વૈજ્ઞાનિકોને પ્રમાણપત્ર અને પ્રોત્સાહિત ઈનામ આપીને સન્માનીત કરવામાં આવ્યા હતા. આ ગણિત વિજ્ઞાન પ્રદર્શનમાં દરેક વિભાગમાં પ્રથમ નંબર મેળવનાર વિદ્યાર્થીઓની કૃતિ હવે પછી જિલ્લા કક્ષાના પ્રદર્શનમાં ભાગ લેશે. આ પ્રદર્શનમાં આચાર્ય શ્રી એસ.એલ.ગોરીયા સાહેબ અને આચાર્ય શ્રી એસ.બી.સદાતિયા એ નિર્ણાયક તરીકે સફળતા પૂર્વક અને પારદર્શક રીતે કામગીરી કરેલ. આ પ્રદર્શન નિહાળવાનો અલગ અલગ સ્કૂલના અંદાજે 1450 વિદ્યાર્થીઓએ લાભ લીધેલ હતો. બાળ વૈજ્ઞાનિક પ્રદર્શનના કાર્યક્રમમાં ટંકારા-પડધરી ના ધારાસભ્ય માનન્ય શ્રી દુર્લભજીભાઈ દેથરીયા, ઓરપેટ કન્યા વિદ્યાલય ના કેમ્પસ ડાયરેક્ટર શ્રી ગોપાલભાઈ રતનપર ,જિલ્લા શિક્ષણાધિકારી કચેરીના પ્રતિનિધિ તરીકે શ્રી પ્રવીણભાઈ અંબારિયા, સામાજીક કાર્યકર શૈલેષભાઈ પટેલ ,મોરબી જીલ્લા આચાર્ય સંઘ ના પ્રખુખ શ્રી સુરેશભાઈ સરસાવડીયા ,ટંકારા તાલુકા સ્વ.નિર્ભર શાળામંડળ ના પ્રમુખ શ્રી યોગેશભાઈ ઘેટીયા તથા પૂર્વ આચાર્યશ્રી એલ.વિ.કગથરા, ટંકાર તાલુકાના ગ્રાન્ટેડ અને સ્વનિર્ભર શાળાના તમામ આચાર્યશ્રીઓ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા અને તેઓ દ્વારા વિજ્ઞાન પ્રદર્શનને રીબીન કાપી ખુલ્લું મુકવામાં આવ્યું હતું. આ કાર્યક્રમની સંપૂર્ણ વ્યવસ્થા ઓરપેટ કન્યા વિદ્યાલય – ટંકારા નાં સ્ટાફ મિત્રો અને તમામ શાળા પરિવાર દ્વારા કરવામાં આવી હતી.. જેઓ આ બાળ વિજ્ઞાન પ્રદર્શનમાં ભાગ લેનાર તમામ વિદ્યાર્થીઓને ખૂબ ખૂબ અભિનંદન અને જેઓ પ્રથમ નંબર પ્રાપ્ત કરનાર તમામ વિદ્યાર્થીઓને ખૂબ ખૂબ અભિનંદન પાઠવે છે.


