ટેટ 2ની પરીક્ષામાં હવે વધુ લાયકાતનો ઉમેરો કરાયો છે. શૈક્ષણિક લાયકાતને લઈ સુધારો બહાર પાડવામાં આવ્યો છે જે સુધારા અનુસાર હવે ટેટ 2ની પરીક્ષા માટે બી.ફાર્મ, એમ ફાર્મ અને MSCના ઉમેદવારો ફોર્મ ભરી શકશે.

શિક્ષણ વિભાગ દ્વારા સત્તાવાર રીતે એક ઠરાવ બહાર પાડવામાં આવ્યો છે જેમાં ટેટ-2ના ફોર્મ ભરવાની મુદત 29મી સુધી લંબાવવામાં આવી છે. તેમજ નવી લાયકાતનો પણ ઉમેરો કરવાનો ઉલ્લેખ્યો છે હવે આગામી ભરતીમાં પ્રાથમિક શાળામાં શિક્ષક તરીકે બી.ઈ., બી.ટેક. થયેલા ઈજનેરો પણ જોવા મળશે. તમને જણાવી દઈએ કે, ધો.6થી8ના શિક્ષકો માટે ટેટ-2 લેવામાં આવે છે. 

શિક્ષણ વિભાગના આ નિર્ણયથી ટેટ-2માં ઉમેદવારોમાં વધારો થશે. ગણિત અને વિજ્ઞાનના શિક્ષક માટે બી.ઈ. અને બી.ટેક.ની લાયકાત ઉમેરાઈ હતી. તેમજ સામાજિક વિજ્ઞાનમાં બીબીએ, બીસીએ તેમજ બીએમાં ભારતીય સંસ્કૃતિ અને હોમ સાયન્સ વિષયનો ઉમેરો કરાયો હતો. તમને જણાવી તો હવે નવી લાયકાત ઉમેરાતા જે-તે વિષયના ઉમેદવારો પણ ટેટ-2ની પરીક્ષા આપી શકેશે. ધોરણ 6થી 8માં શિક્ષક બનવા માટે બીઈ, બીટેક, બીબીએ, બીસીએ અને હોમ સાયન્સની ડિગ્રીઓનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. આ નિર્ણયથી ઉમેદવારોમાં વધારો થશે.

You Might Also Like