સોનિયા ગાંધીએ આપ્યા રાજકીય સંન્યાસના સંકેત, ભારત જોડો યાત્રાથી મારી પોલિટિકલ કારકિર્દીનો સુખદ અંત: સોનિયા ગાંધી
છતીસગઢના રાયપુર ખાતે કોંગ્રેસનું 85મુ અધિવેશન યોજાયુ હતું જેમાં સોનિયા ગાંધીએ જણાવ્યુ હતું કે ભારત જોડો યાત્રાથી મારો પોલિટિકલ ઇનિંગનો અંત આવી શકે
છતીસગઢ ખાતે 85માં અધિવેશનમાં તેમણે સંબોધન કરતાં જણાવ્યું હતું કે મનમોહનસિંહના નેતૃત્વમાં 2004 અને 2009માં કોંગ્રેસની જીત થઈ જેનો શ્રેય અને સંતોષ મને મળ્યો એ મારા માટે ખુશીની વાત છે. ત્યારબાદ હવે મારી ઇનિંગ્સ ભારત જોડો યાત્રા સાથે સમાપ્ત થઈ શકે છે તેઓ ઇશારો તેણે કર્યો હતો.