મોરબીના ત્રાજપર ગામ ચોરા પાસે જુગાર રમતી ૬ મહિલાઓને મોરબી બી ડીવીઝન પોલીસે ઝડપી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે. મોરબી સિટી બી ડિવિઝન પોલીસની ટીમ પેટ્રોલિગમાં હોય દરમિયાન ત્રાજપર ગામ ચોરા પાસે જાહેરમાં જુગાર રમતી સોમીબેન ઘોઘાભાઇ વરાણીયા, બબીબેન જયંતીભાઇ મકવાણા, શારદાબેન જેસીંગભાઇ પાટડીયા,ગૌવરીબેન ભલાભાઇ બાબરીયા, જયશ્રીબેન પ્રવિણભાઇ વરાણીયા અને રીટાબેન અશોકભાઇ માનેવાડીયા ને રોકડ રકમ રૂ. ૪૨૩૦ સાથે ઝડપી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે

You Might Also Like