માળીયા મી. પોલીસે ગઈકાલે બાતમીનાં આધારે વર્ષામેડી ગામે શક્તીમાના મંદીરના ચોક વાળી શેરીમા જુગારીઓ પર રેઈડ કરી ૬ પત્તાપ્રેમીઓને ઝડપી પાડ્યા હતા. અને તમામ વિરુદ્ધ જુગારધારા કલમ ૧૨ મુજબ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

Delhi Police bust gang of ATM robbers, arrest one

મળતી માહિતી અનુસાર, માળીયા મી. પોલીસની ટીમ ગઈકાલે પેટ્રોલિંગમાં હતી. ત્યારે તેઓને બાતમી મળી હતી કે, વર્ષામેડી ગામે શક્તીમાના મંદીરના ચોક વાળી શેરીમા અમુક ઈસમો ગંજી પતાના પાના અને પૈસા વતી પૈસાની હારજીત નો તીનપતિનો રોન પોલીસનો જુગાર રમી રહ્યા છે. જે હકીકતનાં આધારે પોલીસે સ્થળ પર રેઈડ કરી જુગાર રમતા પરબતભાઇ દેવજીભાઇ ચાવડા (રહે.વર્ષામેડી તા માળીયા મી. જી. મોરબી), ભુપતભાઇ હરખાભાઇ મહાલીયા (રહે.વર્ષામેડી તા.માળીયા મી. જી. મોરબી), મકનભાઇ શંભુભાઇ ચાવડા (રહે.વર્ષામેડી તા માળીયા મી. જી. મોરબી), સુખાભાઇ દેવાભાઇ મહાલીયા (રહે.વર્ષામેડી તા માળીયા મી. જી. મોરબી), પેથાભાઇ મેરૂભાઇ સોલંકી (રહે.વર્ષામેડી તા માળીયા મી. જી. મોરબી) તથા રમેશભાઇ રાણાભાઇ ચાવડા (રહે.વર્ષામેડી તા.માળીયા મી. જી.મોરબી) નામના શખ્સોને રોકડા રૂપીયા-૪૪૪૦/-ના મુદામાલ સાથે પકડી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

You Might Also Like