ખનીજ સંપદાથી ભરપૂર મોરબીજિલ્લામાં ખનીજચોરો દ્વારા રેતી, માટી, મોરમ, કપચી, ચિનાઈ માટી અને સિલિકા જેવી ખનીજની બેફામ ચોરી કરવામાં આવી રહી છે ત્યારે મોરબી ખાણ ખનીજ વિભાગની ટીમે હળવદ પોલીસને સાથે રાખી હળવદ તાલુકાના દિઘડીયા નજીકથી અંદાજે દોઢેક કરોડના છ ડમ્પર અને ખનીજ સામગ્રી સીઝ કરતા ખનીજચોરોમાં ફફડાટ મચી ગયો છે.

123 teer gamblers arrested in 2 days by Assam Police - Sentinelassam

પ્રાપ્ત વિગતો મુજબ તા.22/08/2023 ના રોજ ખાણ ખનીજ વિભાગના ભૂસ્તર શાસ્ત્રી જે.એસ. વાઢેરની સૂચના અન્વયે માઈન્સ સુપરવાઈઝર જી કે ચંદારાણા રોયલ્ટી ઇન્સ્પેક્ટર રવી કણસાગરા અને હળવદ પોલીસ ટીમ દ્વારા હળવદ તાલુકાના દિઘડીયા ગામેથી ગેરકાયદેસર સફેદ માટીના વહન સબબ 5 ડમ્પરો ઉપરાંત હળવદ નજીકથી સિલિકાનું ગેરકાયદે વહન કરી રહેલા 1 ડમ્પરને પકડી પાડી હળવદ પોલીસ સ્ટેશન ખાતે સીઝ કરી રાખવામાં આવેલ છે અને અંદાજે 1.5 કરોડનો મુદ્દામાલ સીઝ કરવામાં આવતા ખનીજચોરોમાં ફફડાટ મચી ગયો છે.

You Might Also Like