27 ઓક્ટોબરે મોરબીના નવયુગ ગ્રુપ ઓફ એજ્યુકેશનની સિલ્વર જ્યુબીલી ઉજવાશે
મોરબીના નવયુગ ગ્રુપ ઓફ એજ્યુકેશનને 25 વર્ષ પૂર્ણ થઈ રહ્યા છે ત્યારે આ નિમિત્તે આગામી તારીખ 27 ઓક્ટોબર ને રવિવારના રોજ સિલ્વર જ્યુબિલીની ઉજવણીનું ભવ્યાતિભવ્ય આયોજન કરવામાં આવ્યું છે.
નવયુગ ગ્રુપ ઓફ એજ્યુકેશનની સિલ્વર જ્યુબિલીની ઉજવણી તારીખ 27 ઓક્ટોબર ને રવિવારે સાંજે 4-30 થી 8-30 દરમિયાન મોરબી-રાજકોટ હાઈવે પર આવેલા નવયુગ સંકુલ/નવયુગ ગ્રુપ ઓફ એજ્યુકેશન ખાતે કરવામાં આવશે. જેમાં નવયુગમાંથી અભ્યાસ કરીને ગયેલા ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ અને ભૂતપૂર્વ સ્ટાફ મિત્રોને ઉપસ્થિત રહેવા આમંત્રણ પાઠવાયું છે. જેના માટે રજિસ્ટ્રેશન કરાવી લેવા જણાવાયું છે. કાર્યક્રમમાં પધારનારને 25 વર્ષ પૂર્ણ થવાના અનુસંધાને પ્રશિસ્ત પત્ર આપવામાં આવશે. સાથે જ ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ તેમજ ભૂતપૂર્વ સ્ટાફ મિત્રોમાંથી કોઈએ અનેરી સિદ્ધિ પ્રાપ્ત કરી હશે તો તેઓનું સન્માન કરવામાં આવશે. જેમકે MD હોય અને પોતાની હોસ્પિટલ હોય, class 1 ઓફિસર, સામાજિક, રાષ્ટ્રીય, રાજકીય કે ધાર્મિક ક્ષેત્રે ઉચ્ચ પદ પ્રાપ્ત કરેલ હોય તેમને તેથી આવી વ્યક્તિએ પોતાના નામ અને હોદ્દાની વિગત મો.નં. 95748 72583 પર લખાવી દેવા જણાવાયું છે.