મોરબી તાલુકાના નવાગામ (લગધીરનગર) ગામે આવેલ સીંધોઈ માતાજીના મંદિર પાસે મોરબી તાલુકા પોલીસે દરોડો પાડી જાહેરમાં જુગાર રમતા આરોપી છગનભાઇ જીવાભાઈ દેત્રોજા, વલ્લભાઇ હીરજીભાઈ દેત્રોજા, અનુલાલ ગાંડુભાઇ અઘારા, મનુભાઈ નરભેરામભાઇ દાદોદરા, મનસુખભાઇ નરભેરામભાઇ દાદોદરા, પ્રવીણભાઈ નાથાભાઈ જંજવાડીયા અને હેમુભાઈ મોહનભાઇ અઘારાને તીનપતિનો જુગાર રમતા ઝડપી લઈ રોકડા રૂપિયા 31,050 કબ્જે કરી જુગારધારા મુજબ કાર્યવાહી કરી હતી.

You Might Also Like