માળીયા તાલુકાના જાજાસર ગામે કોળી વાસમાં લીમડાનાં ઝાડની નીચે જાહેરમાં જુગાર રમાઈ રહ્યો હોવાની બાતમીને આધારે માળીયા પોલીસે દરોડો પાડી જુગાર રમી રહેલા આરોપી સામાભાઇ વિરાભાઇ કારુ, વિભાભાઇ દેશળભાઇ પાટડીયા, વનરાજભાઇ કાનાભાઇ કારૂ, મગનભાઇ બચુભાઇ કારૂ, રમેશ જેશાભાઇ કારૂ, રાજુભાઇ મનુભાઇ સાલાણી અને વિરમભાઇ પુંજાભાઇ સાલાણીને તીનપતી રોન પોલીસનો જુગાર રમતા ઝડપી લઈ રોકડા રૂપિયા 10,650 કબ્જે કરી જુગારધારા મુજબ કાર્યવાહી કરી હતી.

You Might Also Like