હળવદ તાલુકાના શક્તિનગર ગામના સ્મશાનની પાછળ જાહેરમાં જુગાર રમતા ૭ ઇસમોને હળવદ પોલીસની ટીમે ઝડપી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે જયારે એક નાશી જતા વધુ તપાસ ચલાવી છે

હળવદ પોલીસ મથકના પી આઈ કે એમ છાસિયાના માર્ગદર્શન હેઠળ પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હોય દરમિયાન સ્ટાફના બીપીનભાઈ પરમાર તથા ગંભીરસિંહ ચૌહાણને બાતમી મળી હતી કે હળવદ તાલુકાના શક્તિનગર ગામના સ્મશાનની પાછળના ભાગે આવેલ પ્લોટીંગમાં જુગાર રમી રહ્યા હોવાની બાતમીના આધારે દરોડા પાડી ત્યાં જુગાર રમતા શરીફભાઈ મોહમદભાઇ ફકીર, ઈકબાલભાઇ મુસાભાઇ મમાણી, રજાકભાઇ અકબરભાઈ જંગરી,સુરેશભાઇ વિનુભાઈ વાઘેલા,નાનજીભાઈ માલાભાઈ વાઘેલા, હસમુખભાઇ પ્રભુભાઇ ગડેશીયાને રોકડા રકમ રૂ.૩૦૭૦૦ સાથે ઝડપી પાડ્યા હતા જ્યારે ગોવીંદભાઈ ઉર્ફે ગટીયો અજાભાઈ જખાણીયા નાશી વધુ વધુ તપાસ હાથ ધરી છે

Casino Card Game List 【2023】 Gambling Card Games Types

આ કામગીરીમાં હળવદ પોલીસના પી આઈ કે.એમ.છાસીયા, કિશોરભાઇ મનજીભાઈ સોલગામા, ગંભીરસિંહ વાઘજીભાઈ ચૌહાણ, દેવેન્દ્રસિંહ દેવપાલસિંહ ઝાલા તેજપાલસિંહ મહીપતસિંહ ઝાલા, બીપીનભાઇ મંગળભાઈ પરમાર, કમલેશભાઇ રાજુભાઈ પરમાર સહિતના પોલીસકર્મીઓ જોડાયા હતા.

You Might Also Like