સુપર માર્કેટ છેડતી મામલે સાતેય આરોપીઓ ટંકારા તાલુકાનાં
તારીખ 18 નાં સુપરમાર્કેટનાં વાઇરલ થયેલ વીડિયોમાં ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયા દ્વારા કડક કાર્યવાહી કરવા આદેશ આપ્યો હતો. આ બનાવમા એલસીબીએ 7 આરોપીઓની ધરપકડ કરી હતી. જેમાં રાહુલભાઈ મહેશભાઈ પટેલ ઉ.વ.19 રહે.લક્ષ્મીનારાયણ સોસાયટી ટંકારા, નયનભાઈ નાગજીભાઈ પાટડીયા ઉ.વ.20 રહે. ધૂનડા તા.ટંકારા, અક્ષયરાજસિંહ લાલુભા ઝાલા ઉ.વ.18 રહે. નાના રામપર તા.ટંકારા, દર્શન લક્ષ્મણભાઈ કેશુર ઉ.વ.18 રહે. નાના રામપર તા. ટંકારા, અરુણભાઈ દોલતભાઈ જાદવ ઉ.વ.18 રહે. ધુનડા તા. ટંકારાનો સમાવેશ થાય છે. બાકીના 2 આરોપીઓ સગીર વયના હોય એટલે એમનું નામ જાહેર કરાયુ નથી.