ચુંટણી કાર્ડ સુધારા અંગે BLO ને ટ્રેનિંગ વગર કામગીરીમાં જોતર્યા, સર્વર ડાઉન, અરજદારો ગૂંચવાયા
ચુંટણી કાર્ડ સુધારા કરવા અંગે આજે ચુંટણી કાર્ડમાં સુધારા કરવા માટેની તારીખ છે. જે તે સેન્ટર પર BLO પોતાની કામગીરી કરી રહ્યા છે. પરંતુ BLOને આ વખતની કામગીરી અંગે કોઈ પણ જાતની ટ્રેનિંગ આપવામાં આવી નથી. સીધા કામ પર જોતરી દેવામાં આવ્યા છે. આ સાથે કુલ 15 થી વધુ નવા BLO છે, જેમના માટે આ કામગીરી બિલકુલ નવી છે. જેને કોઈ પણ જાતની ટ્રેનિંગ આપવામાં આવી નથી.
બીજી તરફ વાત કરીએ તો તમામ પ્રક્રિયા ઓનલાઈન કરવામાં આવી છે પરંતુ સર્વરનાં ચકેડા ફર્યા કરે છે. આ બાબતે ટેકનિકલ એક્સપર્ટ પુનિત નયકપરા સાથે વાત કરતા તેમણે સ્વીકાર્યું કે જણાવ્યું BLO ને કોઈ પણ જાતની ટ્રેનિંગ આપવામાં આવી નથી. આ સાથે વાત કરતા જણાવ્યું કે સર્વર ડાઉન છે. જેને લઇને અરજદારો મૂંઝાયા છે. આ સાથે BLO નું એક વોટસએપ ગ્રૂપ ચાલે છે જેમાં BLO દ્વારા પૂછવામાં આવતા કોઈ પણ પ્રશ્નોના જવાબ હજુ સુધી આપવામાં આવ્યા નથી. તો હવે BLO નાં પ્રશ્નો સોલ્વ કોણ કરશે. મામલતદાર ઓફીસની આળસના કારણે અરજદારો હાલ તો ગૂંચવાયા છે. હવે આ સર્વર ચાલશે કે આમ જ ચકર ફર્યા કરશે તે આગામી સમય બતાવશે.