મોરબી જીલ્લા પંચાયત અને જીલ્લામાં આવતી ૫ તાલુકા પંચાયતના પ્રમુખની ચુંટણી માટે ભાજપે સેન્સ લીધી હતી જીલ્લા પંચાયત અને તાલુકા પંચાયતના આગામી અઢી વર્ષની ટર્મના નવા પ્રમુખ માટે ભાજપે સેન્સ લીધી હતી જેમાં ભાજપ અગ્રણી ભરત બોઘરા સહિતના નેતાઓ મોરબી આવ્યા હતા અને સર્કીટ હાઉસ ખાતે સેન્સ લેવામાં આવી હતી મોરબી જીલ્લા પંચાયતના પ્રમુખ પદ માટે બે મહિલા દાવેદારો મેદાને હોવાનું સુત્રો જણાવી રહ્યા છે

મોરબી જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતમાં ભાજપનું શાસન છે. જિલ્લા પંચાયતના હાલના પ્રમુખ ચંદુભાઈ શિહોરોનો અઢી વર્ષનો કાર્યકાળ પૂરો થયો હોય બીજી અઢી વર્ષની ટર્મના પ્રમુખની સીટ માટે અનુજાતિ અનામત હોવાથી ભાજપમાંથી જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ હંસાબેન પારેધી અને કમળાબેન ચાવડા પ્રબળ દાવેદાર મનાય છે.

চিত্র:BJP Flag.svg - উইকিপিডিয়া

ત્યારે જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતના આગામી અઢી વર્ષની ટર્મના નવા પ્રમુખ કોણ ? તેમજ ઉપપ્રમુખ, કારોબારી ચેમનેન, સમિતિઓના ચેરમેન, દંડકની પસંદગી કરવા માટે ભાજપ દ્વારા સેન્સ પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે.

જેમાં પ્રદેશ ભાજપના ઉપાધ્યક્ષ ભરત બોધરા, પ્રદેશ અગ્રણી ચંદ્રશેખર દવે, નિમુબેન બાંભણીયા સહિતના નેતાઓ દ્વારા સર્કિટ હાઉસ ખાતે સેન્સ લેવાનું શરૂ કરવામાં આવ્યું છે. આ સેન્સ પ્રક્રિયામાં જિલ્લાના ધારાસભ્યો, પાંચેય તાલુકાના પ્રમુખ, તાલુકા અને જિલ્લા પંચાયતના સભ્યો સેન્સ માટે આવ્યા છે. હાલ જિલ્લા પંચાયતની સેન્સ ચાલુ અને ત્યારબાદ પાંચેય તાલુકા પંચાયતના પ્રમુખ માટે સેન્સ લેવામાં આવશે. મોરબી અને હળવદ તાલુકા પંચાયત સામાન્ય અને માળીયા, વાંકાનેર તાલુકા પંચાયત સામાન્ય સ્ત્રી અનામત અને ટંકારા તાલુકા પંચાયતની સીટ બક્ષીપંચ માટે અનામત રાખવામાં આવી છે.

You Might Also Like