ગુજરાત મા. અને ઉ.મા. શિક્ષણ બોર્ડ દ્વારા લેવામાં આવી રહેલી ધો.10 અને ધો.12 સામાન્ય પ્રવાહ તેમજ વિજ્ઞાન પ્રવાહની પરીક્ષા ચાલુ છે. ત્યારે બોર્ડ દ્વારા ઉત્તરવહી ચકાસવાની કામગીરી શરૂ કરી દીધી છે.

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા લેવામાં આવી રહેલી  ધો. 10 અને ધો. 12 સામાન્ય પ્રવાહ તેમજ વિજ્ઞાન પ્રવાહની પરીક્ષા ચાલુ છે. આગોતરા આયોજનના ભાગરૂપે બોર્ડના જે વિષયોની પરીક્ષા લેવાઈ ગઈ છે. તે વિષયની ઉત્તરવહી મધ્યસ્થ મૂલ્યાંકન કેન્દ્ર ઉપર પહોંચાડી દેવામાં આવી છે. અને પેપર ચકાસણીની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે. જેમાં ઘણા બધા શિક્ષકો પેપર ચકાસણી કરવા જતાં ન હોવાથી બોર્ડે આકારો નિર્ણય લીધો છે.

ધોરણ-૧૦ અને ૧રના કેટલાક વિષયોની ઉત્તરવહીઓનું આજે મૂલ્યાંકન શરૂ કરી દેવામાં આવશે. જિલ્લાની કેટલીક શાળામાં મધ્યસ્થ મૂલ્યાંકન કેન્દ્ર ફાળવાયું છે અને પેપર ચેક કરવા માટે શિક્ષકોના ઓર્ડર કરાયા છે. બોર્ડ પરીક્ષામાં કાપલીબાજ વિદ્યાર્થીઓને ઝડપવા સીસીટીવી ફૂટેજની ચકાસણી કરાતી હોય છે, જેથી સીસીટીવી ફૂટેજની ચકાસણી પણ શરૂ કરી દેવામાં આવી છે. 

ધોરણ-૧૦ની પરીક્ષા માટે રાજ્યમાં ૧૭૦ જેટલાં મધ્યસ્થ મૂલ્યાંકન કેન્દ્રો નક્કી કરવામાં આવ્યાં છે.  મધ્યસ્થ મૂલ્યાંકન કેન્દ્રો પર ૯૦ કરતાં વધુ માર્કસ મળ્યા હોય તેવી ઉત્તરવહીઓની એક કરતાં વધુ શિક્ષકો દ્વારા ચકાસણી કરવામાં આવશે.  મૂલ્યાંકનની કામગીરીમાં ગેરહાજર રહેતા શિક્ષકો સાથે હવે સ્કૂલોને પણ દંડ ફટકારવાનું નક્કી કરાયું છે. અત્યાર સુધી માત્ર શિક્ષકો સામે જ કાર્યવાહી થતી હતી, પરંતુ હવે મૂલ્યાંકન માટે શિક્ષકો નહીં મોકલનાર સ્કૂલોએ પણ દંડ ભરવો પડશે, જેના લઈને હવે શાળાઓ પણ શિક્ષકોને પેપર ચેક કરવા માટે મોકલશે. અને સમયસર રિઝલ્ટ નહેર કરી શકાય.

You Might Also Like