તબિયત સાચવજો : મોરબીમાં કોરોના કેસની રફ્તાર યથાવત : આજે પણ ગ્રામ્ય વિસ્તારમાં વધુ કેસ આવ્યા
મોરબી જીલ્લામાં ફરી કોરોનાનો ફૂંફાડો જોવા મળી રહ્યો છે અને કોરોના કેસોએ હાઈ જંપ લગાવ્યો છે જેમાં ગઈકાલે ૧૭ કેસ નોંધાયા બાદ આજે વધુ ૧૮ કેસ નોંધાયા છે અને એક્ટીવ કેસનો આંક ૩૮ પર પહોંચી ગયો છે
આજના નવા કેસોમાં મોરબી તાલુકાના ૧૭ કેસ જેમાં ૧૧ ગ્રામ્ય અને ૦૬ શહેરી વિસ્તારમાં તેમજ હળવદ તાલુકાના ગ્રામ્ય પંથકમાં ૦૧ કેસ મળીને કુલ ૧૮ નવા કેસ નોંધાયા છે નવા ૧૮ કેસોને પગલે એક્ટીવ કેસનો આંક ૩૮ પર પહોંચી ગયો છે માત્ર બે દિવસમાં ૩૫ નવા કેસો નોંધાયા છે જેથી નાગરિકો વધુ તકેદારી રાખે તેવી અપીલ પણ કરવામાં આવી રહી છે. ખાસ તબિયત સાચવવા તમામ દર્શકોને અપીલ.