તબિયત સાચવજો : કોરોનાએ રફતાર પકડી, મોરબી જીલ્લામાં એક્ટિવ કેસની સંખ્યા 143 એ પહોંચી
આજે નવા ૨૩ કેસ નોંધાતા એક્ટીવ કેસનો આંક ૧૪૩ થયો.
આજના નવા કેસોમાં મોરબી તાલુકાના ૧૮ કેસ જેમાં ૧૧ ગ્રામ્ય અને ૦૭ શહેરી વિસ્તારમાં, વાંકાનેરનો ૦૧ કેસ શહેરી વિસ્તારમાં તેમજ ટંકારા અને માળિયા તાલુકાના ૦૨-૦૨ કેસ ગ્રામ્ય પંથકમાં મળીને નવા ૨૩ કેસ નોંધાયા છે નવા કેસોને પગલે એક્ટીવ કેસનો આંક ૧૪૩ પર પહોંચી ગયો છે.