સનાતન સીંગતેલને દિવ્ય ભાસ્કર ન્યૂઝ દ્વારા બેસ્ટ ક્વોલિટી સીંગતેલ ઇન સૌરાષ્ટ્ર એવોર્ડ મળ્યો

સનાતન સીંગતેલ ને દિવ્ય ભાસ્કર ન્યૂઝ દ્વારા બોલિવૂડ અભિનેત્રી અમિષા પટેલ ના હાથે બેસ્ટ ક્વોલીટી સીંગતેલ ઇન સૌરાષ્ટ્ર એવોર્ડ મળ્યો.
મોરબી ના જાણીતા એવા સનાતન સીંગતેલ ફેક્ટરી ને હાલ તેમની ક્વોલિટી અને શુદ્ધતા સાથે આજે એમની મહેનત રંગ લાવી અને એક અનોખી સિદ્ધિ હાંસલ કરી છે અને એમનું સફળ સંચાલન યુવા ટીમ દ્વારા કરવામાં આવે છે અને એમનો લક્ષ્ય ઘર સુધી શુદ્ધ સીંગતેલ પહોંચાડવા નો છે.
આજના આ યુગમાં કે જ્યાં બધી વસ્તુઓમાં ભેળસેળ થાય છે અને બજારમાં ટકી રહેવા માટે ગુણવત્તામાં કોમ્પ્રોમાઈઝ કરી ઓછા ભાવે વેપાર કરે છે. જ્યારે સનાતન સીંગતેલ સ્વાદ અને શુદ્ધતા સાથે કોઇપણ જાતની મગફળીનું મિશ્રણ ના કરી એક જ G20 મગફળી વાપરી લોકોને ગેરેંટી વાળું શુદ્ધ અને સાત્વિક સીંગતેલ પુરૂ પાડે છે. ગુજરાતનું એકમાત્ર એવો પ્લાન્ટ છે કે જ્યાં તમારી નજર સામે
અને તમારી પસંદગીની G20 મગફળીમાંથી પીલાણ કરી કોલ્ડ ફિલ્ટર (સાદા કોટનના કાપડમાંથી ગાળેલ) કરીને ટેન્ક કે સ્ટોરેજ વગર સીધા ડબ્બા ભરવામાં આવે છે. જ્યાં ક્વોલીટી અને ગ્રાહકોને આ સમયમાં શુદ્ધ સીંગતેલ મળી રહે છે તથા વજનમાં પણ કોઈ જાતની બાંધછોડ વગર ગ્રાહકોની સામેજ ડબ્બા ભરાય છે.