નવા લુખ્ખાઓ ઊભા ન કરવા માટે સુપરમાર્કેટની ઘટનાનાં લુખ્ખાઓની સરભરા જરૂરી : લોકોમાં રોસ
પોલીસ વિભાગ આકરી કાર્યવાહી કરે તેવી લોકોની માંગ, મોરબી માળિયાનાં ધારાસભ્ય કાંતિલાલ દ્વારા કડકમાં કડક કાર્યવાહી કરવા માટે આપી હૈયે ધારણા.
સુપર માર્કેટ પર દિન પ્રતિદિન લુખ્ખાઓનો વહેલી સવારે જમાવડો જોવા મળે છે. ખાસ કરીને સવારમાં અભ્યાસ અર્થે શાળા અને કોલેજમાં જતી દીકરીની સુરક્ષાને લઈને પ્રશ્નો ઊભા થઈ રહી છે. આ પ્રથમ CCTV નજરે ચડ્યા છે. CCTV વગર આવી ઘટનાઓ તો ઘણી બનતી હશે. ખાસ મહત્વની વાત એ છે કે ગામડે રહીને દીકરીને ભણાવવા બસમાં મોકલતા હોય છે. પણ ખરેખર મોરબીમાં આવી બનેલ ઘટના બાદ દીકરીઓ એકદમ સેફ લાગે છે?
યુપીની જેમ દાખલો બેસાડવાની જરૂરિયાત.
તાજેતરમાં યુપીમાં ગુંડાઓનો ખાત્મો થયો. જેમાં સૌ કોઈ લોકો યોગીની આ કાર્યવાહી પર પ્રશંસા કરી રહ્યા છે. આજે મોરબીમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ મોરબી આવી રહ્યા છે. તો શું આ અંગે કોઈ કાર્યવાહી થશે ખરી?