મોરબી જિલ્લાના વાંકાનેર રાજકોટ રોડ, મચ્છોનગર ગામે તથા મોરબી શહેરનાં ઈન્દીરાનગર ખોડીયાર મંદીર પાસે પોલીસે દરોડા કરીને જુગાર રમતા ૧૦ આરોપીને ઝડપી લીધા છે. અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

પ્રથમ દરોડામાં, વાંકાનેર સીટી પોલીસની ટીમને બાતમી મળી હતી કે, વાંકાનેર રાજકોટ રોડ ગોકુળનગર પાછળ રામાપિરના મંદીર પાછળ અમુક શખ્સો ગેર કાયદેસર રીતે જાહેરમાં ગંજીપતાના પાનાવતી પૈસાની લેતી દેતી કરી તીન પતીનો હારજીતનો જુગાર રમી રહ્યા છે. જે હકીકતના આધારે પોલીસે સ્થળ પર રેઈડ કરી જયેશભાઇ માત્રાભાઇ બાંભવા (રહે.વાંકાનેર ગાયત્રી મંદિર મફતીયા પરા તા.વાંકાનેર જી.મોરબી), પરબતભાઇ જીવણભાઇ બાંભવા (રહે.વાંકાનેર ભરવાડ પરા શેરી નં.૦૩ તા.વાંકાનેર જી.મોરબી) તથા જગદિશભાઇ નાજાભાઇ ગોહેલ (રહે વાંકાનેર ભરવાડ પરા શેરી નં.૦૪ તા.વાંકાનેર જી.મોરબી) નામના શખ્સોને પકડી પાડી તેમની પાસેથી રોકડા રૂ.૧૨,૭૭૦/- નો મુદ્દામાલ કબ્જે કરવામાં આવ્યો છે.

શ્રાવણ પહેલા જ શકુનીઓ સક્રિય: કોંગ્રેસના કાઉન્સિલર સહિત 7 શખ્સો જુગાર રમતા  ઝડપાયા

બીજા દરોડામાં, મોરબી તાલુકા પોલીસની ટીમે બાતમીનાં આધારે રફાળેશ્વરના મચ્છોનગર ગામે શકિત પાનની દુકાન પાસે રેઇડ કરી સ્ટ્રીટ લાઇટના અંજવાળે જાહેરમાં ગેરકાયદેસર રીતે ગંજીપત્તાના પાના અને પૈસાવતી પૈસાની હારજીતનો તીનપત્તી રોન પોલીસનો જુગાર રમતા અર્જુનભાઇ સતાભાઇ પાંચીયા (રહે-રફાળેશ્વર મચ્છોમાનગર તા.જી.મોરબી), મનુભાઇ ચોથાભાઇ ટોયટા (રહે-રફાળેશ્વર મચ્છોનગર તા.જી.મોરબી મુળગામ આમરણ), લાભુભાઇ રૂડાભાઇ સરૈયા (રહે-રફાળેશ્વર મચ્છોનગર તા.જી.મોરબી મુળગામ સારાણા તા.થાનગઢ), રણજીતભાઇ જલાભાઇ ટોયટા (રહે-ગીડચ તા.જી.મોરબી) તથા સંજયભાઇ માવજીભાઇ વાધેલા (રહે-રફાળેશ્વર,મચ્છોનગર તા.જી.મોરબી મુળગામ-નાગાજળ તા.જી.જામનગર) નામના શખ્સોને પકડી પાડી તેમની પાસેથી રોકડા રૂ.૧૦,૦૫૦/-નો મુદ્દામાલ કબ્જે કર્યો છે.

ત્રીજા દરોડામાં, મોરબી સીટી બી ડિવિઝન પોલીસની ટીમે બાતમીનાં આધારે ઈન્દીરાનગર ખોડીયાર મંદીરની સામે રોડના કાંઠે રેઈડ કરી જાહેરમાં ગંજીપતાના પાના વડે પૈસાની હારજીતનો તીનપતી રોન પોલીસનો જુગાર રમતા સુલતાનભાઈ ઉમેદઅલી કટીયા (રહે.ઈન્દીરાનગર ગાયત્રીનગર સોસાયટી મોરબી-૨) તથા સોમાભાઈ વશરામભાઈ પરમાર (રહે. ઈન્દીરાનગર ગાયત્રીનગર સોસાયટી મોરબી-૨) નામના બે શખ્સોને રોકડા રૂપીયા-૨૭૫૦/-ના મુદ્દામાલ સાથે પકડી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

You Might Also Like